Connect Gujarat
ગુજરાત

દાહોદ તાલુકા પોલીસે બાતમીના આધારે ઘરમાં સંતાડેલી બે દેશી બનાવટના કટ્ટા સાથે એક ઈસમને ઝડપી પાડયો

દાહોદ તાલુકા પોલીસે બાતમીના આધારે ઘરમાં સંતાડેલી બે દેશી બનાવટના કટ્ટા સાથે એક ઈસમને ઝડપી પાડયો
X

દાહોદ શહેરમાં બનતા ગુનાઓને અટકાવવા તેમજ તેને ડામવા માટે જીલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર દાહોદ રૂરલ પોલીસ ખરેડી વિસ્તારમાં રાત્રિના સમયે કોમ્બિંગ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી.

તે સમયે દાહોદ તાલુકા પોલીસને બાતમી મળી હતી કે ખરેડીના ગામતળ ફળીયામાં રહેતો અકો ઉર્ફે આકાશ છગન નિનામા તેના ઘરે દેશી બનાવટના દેશી તમંચા રાખે છે તેવી બાતમી મળતા જ દાહોદ તાલુકા પોલીસ તેના ઘરે પહોચી ગઈ હતી અને ત્યાં ઝડતી તપાસ કરતા આકાશના ઘરના પાછળના ભાગે ઘાસના ઢગલામાં સંતાડી રાખેલા દેશી બનાવટના બે તમંચા મળી આવ્યા હતા.દાહોદ રૂરલ પોલીસે અકો ઉર્ફે આકાશ નિનામાની ઘરપકડ કરી તેની વિરૂદ્ધ હથિયાર રાખવાના આમર્સ એક્ટ કલમ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story