Connect Gujarat
ગુજરાત

દાહોદ: દેશી બનાવટની પિસ્ટલ સાથે બે આરોપીઓને પકડી પાડતી SOG પોલીસ

દાહોદ: દેશી બનાવટની પિસ્ટલ સાથે બે આરોપીઓને પકડી પાડતી SOG પોલીસ
X

કતવારા પોલિસ સ્ટેશનની હદમાંથી એસ.ઓ.જી.પોલિસે બાતમીના આધારે બે આરોપીઓને ચાર જીવતા કારતુસ અને નંબર વગરની બાઈક સાથે ઝડપી પાડયા હતા.

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીના અનુસંધાનમાં દાહોદ જીલ્લામાં કાયદો અને વયવસ્થા જળવાય રહે તે હેતુથી ગોધરા રેંજના આઈ,જી, મનોજ શશીધર સાહેબ અને દાહોદ જિલ્લા પોલિસ વડા હિતેષ જોયસરની દાહોદ જીલ્લામાં ગેરકાયદેસર રીતે મધ્યપ્રદેશ તરફથી હથીયારોની હેરાફેરી થતી હોવાની શકયતાઓને ધ્યાને લઈને જિલ્લા પોલિસ વડા સાહેબે વ્યૂહાત્મક વાહન ચેકિંગ કરવા જે અન્વયે જિલ્લા પોલિસ તથા એસ.ઓ.જી.શાખાને સીધી સૂચના કરી હતી. તે મુજબ ગેરકાયદેસર હથિયારોની હેરફેરીના રૂટો તથા ગામડાના રસ્તાઓ જે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા છે. તેની ઉપર સરપ્રાઈઝ ચેકિંગ રાખવા તેમજ બાતમીદારો રોકી આવા કેસો કરવા સૂચના અનુસંધાને એસ.ઓ.જી. ટીમ કાર્યરત હતી.

તે દરમિયાન કતવારા પોલિસ સ્ટેશન વિસ્તારના ટાંડા ગામના રોડ ઉપર સાલાપાડા ગામના ત્રણ રસ્તા ઉપર ખાસ બાતમી રાહે એક નંબર વગરની મોટર સાઇકલ સાથે બે ઇસમો નામ રસુલ વિછીયા ભૂરીયા રહે. ઊંડાર ખેંગ તેમજ ગોવિંદ ચુનીયાભાઈ ભાઈ મેડા રહે ઝરીખુર્દ તાલુકા જિલ્લા દાહોદ દેશી બનાવટની પિસ્ટલ અને સાથે ચાર જીવતા કારતુસ મળી આવ્યા હતા.તેમજ બન્ને આરોપી નંબર વગરની મોટર સાઈકલ સાથે ઝડપાયા હતા. તથા કતવારા પોલિસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથીયાર રાખવાનો ગુનો દાખલ કરીને આરોપીઓ હથીયાર લઈને ફરવાના ગુનામાં તથા હથીયાર ક્યાથી લાવ્યા અને કેટલા હથીયારો લાવ્યા તેની ધનિષ્ટ પુછપરછ રીમાન્ડ મેળવીને હાથ ધરવા તજવીજ હાથ ધરી હતી.

આરોપીઓ અગાઉ પણ સંતરામપુર ગામે ધાડના ગંભીર ગુનાને તેના સાગરીતો સાથે અંજામ આપી ચુકયા છે. આમ દાહોદ એસ.ઓ.જી. પોલિસને ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ અને સાથે જીવતા કારતુસ સાથે લઈને ફરતા બે ઈસમો કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા પકડી પાડવામાં સફળતા મળી હતી

Next Story