મુશળધાર વરસાદના પગલે દાહોદ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ગઇકાલે મોડી સાંજથી વરસાદ બંધ થયા બાદ મોટાભાગના વિસ્તારમાં પાણી ઓસરી ગયા હતા. પરંતુ ફેલાયેલી ગંદકીને દૂર કરવા દાહોદ વહીવટી તેમજ દાહોદ નગરપાલિકા તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જઈ સાફ સફાઈ તેમજ ફોગીંગની કામગીરી શરૂ દેવામાં આવી હતી.

દાહોદ શહેરના કેટલાક અસગ્રસ્ત વિસ્તારોમાં હાલ પણ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા રહ્યા છે. ત્યારે આ બાબતની તંત્ર દ્વારા નોંધ લઈ હાલ જરૂરીયાત મુજબની સુવિધા પણ પુરી પાડી રહી છે.ગઈ કાલે મેઘરાજાના તાંડવ વચ્ચે દાહોદ શહેરમાં પુર જેવી સ્થતીએ રૂપ ધારણ કર્યું હતુ. વિસર્જન બાદ વહેલી સવારે જ મેઘરાજાએ પોતાનુ રૌદ્ર સ્વરૂપ દેખાડતા ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ અને સાંજ પડતાં આઠ કલાકમાં આઠ ઈંચ વરસાદ દાહોદ શહેરમાં ખાબક્યો હતો. મુશળધાર વરસાદના પગલે દાહોદ શહેર વરસાદી પાણીથી છવાઈ ગયુ હતુ. જાહેર રસ્તાઓ, સોસાયટીઓ, નીચાળવાળા વિસ્તારો વિગેરેમાં પાણી ભરાઈ જવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

જો કે, ગઈકાલથી જ વહીવટી તંત્ર કામે જોતરાઈ ગયુ હતુ. આજરોજ મેઘરાજાએ વિરામ લેતા વહીવટી તંત્ર તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં જ્યાં જ્યાં અસર જોવાતી હતી તેવા વિસ્તારોમાં પહોંચી જઈ સફાઈ અભિયાન હાથ ધર્યુ હતુ. ત્યાર બાદ રોગચાળો ન ફેલાય તે માટે ફોગીંગ કરવામાં આવ્યું હતુ. દાહોદ શહેરની ફખરી સોસાયટીમાં ઘુંટણ સમા તેમજ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા તે માટે ખાસ આ વિસ્તારોમાં સાફ સફાઈ કરી ફોગીંગ કરવામાં આવ્યુ હતુ.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here