• ગુજરાત
 • સ્પોર્ટ્સ
વધુ

  દાહોદ: હેડ કોન્સ્ટેબલ સોમાભાઈ હઠીલાએ એશિયા માસ્ટર એથ્લેટિક્સમાં મેળવ્યા ૫૩ મેડલ્સ

  Must Read

  અમરેલી : અનિડા ગામે કૂવામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો, વન વિભાગ દ્વારા રેસક્યું હાથ ધરાયું

  અમરેલી જીલ્લાના અનિડા ગામે આવેલ વાડીના કૂવામાં ખાબકી જતાં એક સિંહણનું મોત નીપજ્યું હતું, ત્યારે વન વિભાગ...

  LRD મહિલા ભરતી સંદર્ભે રાજ્ય સરકારનોમોટો નિર્ણય, જુઓ શું કહ્યુ નાયબ મુખ્યમંત્રીએ

  એલઆરડીની ભરતી મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે ગઇકાલે પત્રકાર...

  સુરત: ભારતીય વાયુ સેનામાં એરમેન માટે ભરતી મેળો યોજાયો, રાજ્યભરના યુવા ઉમેદવારો હાજર રહ્યા

  રાજ્યભરના ૧૨ સાયન્સ પાસ યુવા અપરિણીત યુવા ઉમેદવારો માટે ભારતીય વાયુ સેનામાં એરમેન ભરતી માટેનો મેળો સુરતના...

  સોમાભાઈ હઠીલાની વાત અન્યો માટે પ્રેરણારૂપ છે. અઢી દાયકા પૂર્વે, યુવાની કાળમાં દાહોદની એક કોલજમાં દોડની સ્પર્ધામાં ભાગ લેવા ગરબાડાથી તેઓ આવ્યા ! પણ આવીને ખબર પડી કે પસંદગી પ્રક્રીયા તો પૂર્ણ થઈ ગઈ. તેમણે કોલેજના સંચાલકોને વિનંતી કરી. બહુ જ પ્રયત્નો પછી સંચાલકો બપોર બાદ ફરી પસંદગી પ્રક્રીયા કરવા માટે રાજી થયા !

  વર્ષ ૧૯૯૭ થી છેક ૨૦૧૩ સુધી તેઓ નોકરીમાં વ્યસ્ત રહ્યા. એવામાં તત્કાલીન મુખ્યમંત્રી  નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો. સોમાભાઇના માહ્યલામાં રહેલો ખેલાડી જાગી ગયો અને ખેલ મહાકુંભમાં દોડની કેટેગરીમાં પોતાનું નામ નોંધાવ્યું. જેમાં દાહોદ તાલુકા કક્ષાની સ્પર્ધામાં દ્વિતીય ક્રમે આવ્યા. એટલે તેઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શક્યા નહી. પણ, વર્ષ ૨૦૧૩માં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માસ્ટર એથ્લેટિક્સમાં ૮૦૦, ૧૫૦૦ મીટર અને પાંચ કિ.મી. સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

  એ પછીના વર્ષ ૨૦૧૪માં તેમણે ખેલ મહાકુંભમાં ગરબાડા તાલુકામાંથી એન્ટ્રી કરાવી. જેમાં તેઓ ૧૫૦૦ અને ૮૦૦ મીટર દોડમાં પ્રથમ તો આવ્યા પણ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ચતુર્થ ક્રમે જ રહ્યા. તેઓ નિરાશ થયા નહીં ! સોમાભાઈએ પ્રેક્ટિસ વધારી. એ દરમિયાન તેઓ તરણ સ્પર્ધામાં પણ વિજેતા બન્યા. આ જ વર્ષમાં નેશનલ ગેમ્સની ૪૫ વર્ષથી ઉપરની કેટેગરીમાં ભાગ લીધો પણ તેમાં સફળતા મળી નહીં.

  આવા સંજોગોમાં ગુજરાત પોલીસની ડીજી કપ સ્પર્ધા તેમના માટે આશીર્વાદરૂપ સાબીત થઈ. આ કપ માટે તેમની પસંદગી થઈ. ગાંધીનગરમાં કરાઈ ખાતે પોલીસ મહાશાળા ખાતે સુરેન્દ્રસિંહ સિસોદિયા પાસેથી દોડની વૈજ્ઞાનિક ઢબની તાલીમ મળી. ડીજી કપની દોડની વિવિધ શ્રેણીમાં તેમણે મેડલ મેળવ્યા.

  એ બાદ ઉત્તરોત્તર, હૈદરાબાદ, હરિયાણા, મૈસુર, નાસિક, બેંગલુરુ અને ગુંતુર ખાતે યોજાયેલી દોડની રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધામાં તેઓ ગોલ્ડ, સિલ્વર અને બ્રોંઝ મેડલ મેળવી વિજેતા બન્યા. તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાની એશિયા માસ્ટર એથ્લેટિક્સની ૨૦૧૭માં રૂગાવો (ચીન), ૨૦૧૮માં માલાગા (સ્પેન) અને ૨૦૧૯માં કુચિંગ (મલેશિયા)માં ભાગ લીધો. તેમની પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના ચાર બ્રોંઝ મેડલ છે. મલેશિયાની સ્પર્ધામાં વિજેતા થઈ  દાહોદ આવ્યા ત્યારે, સોમાભાઈનું રેલ્વે સ્ટેશન ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બાબત દાહોદવાસીઓનો તેમના પ્રત્યે પ્રેમ દર્શાવે છે.

  દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પણ તેમને પૂરેપૂરો સપોર્ટ કરવામાં આવે છે. આ બાબતે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર કહે છે, અમારા હેડ કોન્સ્ટેબલ સોમાભાઇ હઠીલા પોલીસ તંત્ર માટે ગૌરવરૂપ છે. પોલીસ તંત્ર દ્વારા તેમને પ્રેક્ટિસ માટે પૂરતો સમય આપવામાં આવે છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે અનુકૂળતા કરી આપવામાં આવે છે. રાજ્ય સરકાર તથા રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેમને અત્યાર સુધીમાં અંદાજે ચારેક લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત, કેટલાક અધિકારીઓ દ્વારા અંગત રીતે પણ આર્થિક મદદ કરવામાં આવી છે.

  આમ, ખેલ મહાકુંભના કારણે શરૂ થયેલી સફળતાની યાત્રા આજ દિન સુધી ચાલું છે. તેમની સફળતાનો ગ્રાફ જોઈએ તો રાજ્ય કક્ષાએ ૨૫ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૨ બ્રોંઝ, રાષ્ટ્રીય કક્ષાએ ૧૨ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૩ બ્રોંઝ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૪ બ્રોંઝ મેડલ મેળવ્યા છે.

  આ સફળતા પાછળ સોમાભાઈની તનતોડ મહેનત અને પોલીસ વિભાગનો સપોર્ટ કારણભૂત છે. આ હેડ કોન્સ્ટેબલ માત્ર ગુજરાત પોલીસ જ નહીં, સમગ્ર રાજ્ય માટે ગૌરવરૂપ છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  અમરેલી : અનિડા ગામે કૂવામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો, વન વિભાગ દ્વારા રેસક્યું હાથ ધરાયું

  અમરેલી જીલ્લાના અનિડા ગામે આવેલ વાડીના કૂવામાં ખાબકી જતાં એક સિંહણનું મોત નીપજ્યું હતું, ત્યારે વન વિભાગ...
  video

  LRD મહિલા ભરતી સંદર્ભે રાજ્ય સરકારનોમોટો નિર્ણય, જુઓ શું કહ્યુ નાયબ મુખ્યમંત્રીએ

  એલઆરડીની ભરતી મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે ગઇકાલે પત્રકાર પરિષદ યોજી હતી.
  video

  સુરત: ભારતીય વાયુ સેનામાં એરમેન માટે ભરતી મેળો યોજાયો, રાજ્યભરના યુવા ઉમેદવારો હાજર રહ્યા

  રાજ્યભરના ૧૨ સાયન્સ પાસ યુવા અપરિણીત યુવા ઉમેદવારો માટે ભારતીય વાયુ સેનામાં એરમેન ભરતી માટેનો મેળો સુરતના આંગણે યોજાયો હતો. જેમાં સેન્ટ્રલ...
  video

  નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં એજન્સી દ્વારા આચરાતું કૌભાંડ, જુઓ ટિકિટ કૌભાંડ

  વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેટલાક ઠગ લોકો માટે કમાણીનું માધ્યમ બની ગયું છે. ટ્રાવેલ એજન્સી ધારકો પ્રવાસીઓ પાસેથી ટિકિટ દર કરતાં વધારે...
  video

  મધ્યપ્રદેશ : સરકાર બન્યાને એક વર્ષ બાદ જ કોંગ્રેસમાં વિખવાદ સામે આવ્યો, સિંધિયા અને કમલનાથ વચ્ચે તકરાર

  મધ્યપ્રદેશમાં 15 વર્ષ બાદ સત્તા સુખ ભોગવી રહેલી કોંગ્રેસમાં એક વર્ષના ભીતર જ આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. મુખ્યમંત્રી પદ માટેની...

  More Articles Like This

  - Advertisement -