ફેશન ડિઝાઇનર માલા લખાણી અને તેના નોકરની હત્યા

દિલ્હીના પોશ વિસ્તાર ગણાતા વસંત કુંજમાં એક ૫૩ વર્ષીય મહિલા અને તેના નોકરની લાશ ગુરુવારે સવારે મળી આવી છે. પોલીસે મહિલાની ઓળખ ફેશન ડિઝાઇનર માલા લખાણી અને તેના નોકર બહાદૂરના રૂપમાં કરી છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે. આ બન્નેની હત્યા કરવામાં આવી છે.

આ ઘટનામાં હત્યાના આરોપમાં પોલીસે રાહુલ અનવર નામના શખ્સનીધરપકડ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે મહિલાના બુટિકમાં દરજીકામ કરતો હતો. તેની માલકિન એટલે કે માયા તેણે રૂપિયા આપતી નહોતી. તેવામાં તેની આર્થિક સ્થિતિ ખરાબ થઇ હતી, જેના કારણે તેને પોતાના સાથીઓની સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો.

જો કે, પોલીસના જણાવ્યા અનુસાર રાહુલને રૂપિયા જોઇતા હતા, પરંતુ માલા તેને પૈસા આપતી નહોતી. એટલા માટે તેણે માયા અને નોકરની હત્યા કરી નાંખી હતી. માયાની ચીસ સાંભળીને જ્યારે ઘરનો નોકર બહાદૂર જ્યારે તેણે બચાવવા આવ્યો ત્યારે તેની પણ આરોપીઓએ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

LEAVE A REPLY