Connect Gujarat
ગુજરાત

દિલ્હીમાં પોલીસ બાદ વકીલોએ શરૂ કર્યો વિરોધ, રોહિણી કોર્ટની બહાર કર્યા સૂત્રોચ્ચાર

દિલ્હીમાં પોલીસ બાદ વકીલોએ શરૂ કર્યો વિરોધ, રોહિણી કોર્ટની બહાર કર્યા સૂત્રોચ્ચાર
X

દિલ્હી પોલીસ કર્મીઓ કામ પર પાછા ફર્યા છે, પરંતુ આજે વકીલોના હંગામાનો દિવસ છે. વકીલો રોહિણી કોર્ટની બહાર વિરોધ કરી રહ્યા છે અને કોર્ટની અંદર પ્રવેશતા લોકોને કોર્ટમાં જતાં રોકો રહ્યા છે.

પોલીસ સર્મચારી પર વકીલ દ્વારા કરાયેલ કથિત હુમલાના વિરોધમાં ગઇકાલે દિવસભર

પોલીસ કર્મચારીઓએ દિલ્હી પોલીસ હેડક્વાર્ટર બહાર સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ

કરવામાં આવ્યો હતો. ન્યાયની માંગ સાથે પોલીસ જવાનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.

દિલ્હી પોલીસ કર્મીઓ આજે કામ પર પાછા ફર્યા ત્યાં જ હવે વકીલોનો હંગામો જોવા મળી

રહ્યો છે. વકીલો પણ રસ્તા ઉપર ઉતરી આવી રોહિણી કોર્ટની બહાર વિરોધ કરી રહ્યા છે.

વકીલો લોકોને કોર્ટની અંદર જવા દેતા નથી.

પોલીસનો હોબાળો મંગળવારે દિવસભર ચાલુ રહ્યો હતો અને આજે બુધવારે વકીલોએ હોબાળો

મચાવ્યો છે. દિલ્હી પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા વકીલોનું કહેવું છે કે

મીડિયાને છેતરવામાં આવ્યું હતું અને વકીલોને માર મારવાનો વીડિયો બતાવવામાં આવ્યો

નથી.

રોહિણી કોર્ટની બહાર વિરોધ કરી રહેલા વકીલો ન્યાયની માંગ સાથે 'વી વોન્ટ જસ્ટિસ' ના નારા લગાવી રહ્યા છે.

Next Story
Share it