Connect Gujarat

દિલ્હીમાં બે માર્ગ અકસ્માતમાં 4ના મોત , 2 ઈજાગ્રસ્ત

દિલ્હીમાં બે માર્ગ અકસ્માતમાં 4ના મોત , 2 ઈજાગ્રસ્ત
X

દિલ્હીમાં એક જ દિવસમાં બે કાર અકસ્માત સર્જાયા હતા જેમાં બે કિશોર વયની છોકરીઓ અને એક ચાર વર્ષની બાળકી સહિત ચાર વ્યક્તિઓ, મૃત્યુ પામ્યા હતા તથા અન્ય 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ અકસ્માત સાઉથ દિલ્હીમાં મેહરૌલી-ગુડગાંવ રોડ પર ફતેહપુર બેરી વિસ્તાર નજીક થયો હતો જેમાં લગ્નપ્રસંગ માંથી પરત ફરી રહેલી રાની ઉ.વ 17, સોની ઉ.વ 14 અને શિવાંગીની ઉ.વ 4ની ઓવર સ્પીડ કાર પિલ્લર સાથે ટકરાતા ત્રણેય સગીરાઓના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા જયારે ડ્રાઈવર અમરને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બીજો અકસ્માત સાઉથ દિલ્હીના સાંકેત વિસ્તારમાં સર્જાયો હતો જેમાં પણ ઓવેર સ્પીડ કાર એક વૃક્ષ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં કારચાલક કરણ પટેલનું મોત થયુ હતુ જયારે અન્ય 3 મિત્રો અંકિત, સોહેલ અને રવિ ને ઈજાઓ પહોંચી હતી.આ ત્રણેય ઈજાગ્રસ્તોને એઇમ્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યુ હતુ કે આ તમામ 22 થી 25 વર્ષની વચ્ચેના વયના અને મેહરૌલી વિસ્તારના રહેવાસી હતા.

Next Story
Share it