દિલ્હીના કરોલબાગ વિસ્તારમાં આવેલ અર્પિત હોટલમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 9 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે 17ના મોત થયા હતા. ઘાયલ થયેલ લોકોને નજીકના હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ફાયરવિભાગને કરાતા, ૨૭ જેટલી ફાયરવિભાગ ગાડી ઘટના સ્થળે પહોચી હતી.

હોટલમાં આગ લાગી જવાને કારણે લોકો જીવ બચાવવા માટે હોટલના ચોથા માળેથી નીચે કૂદી ગયા હતા. ફાયરવિભાગની ટીમ જણાવ્યુ હતું કે ૨૫ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આગ મંગળવારના આજ રોજ સવારે ૫ વાગ્યાની આસપાસ લાગી હતી.આગને કારણે લોકો હોટલ પરથી રસ્તા પર આવી ગયા હતા.

LEAVE A REPLY