Connect Gujarat

દિલ્હી: આજે કોંગ્રેસનો 135મો સ્થાપના દિવસ, સોનિયા ગાંધીએ ફરકાવ્યો તિરંગો

દિલ્હી: આજે કોંગ્રેસનો 135મો સ્થાપના દિવસ, સોનિયા ગાંધીએ ફરકાવ્યો તિરંગો
X

કોંગ્રેસ પાર્ટીના 135માં સ્થાપના દિવસે આજે દેશભરમાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો દ્વારા ઉજવણી કરાઇ રહી છે. આજે દિલ્હી ખાતેના કોંગ્રેસ મુખ્યાલય પર પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રગાન સાથે ત્રિરંગો ફરકવાયો હતો. આ પ્રસંગે પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ એકે એન્ટની, અહેમદ પટેલ અને અન્ય ઘણા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટ કરી કહ્યું કે, દેશ માટે બલિદાન કોંગ્રેસ પાર્ટી માટે સૌથી ઉપર છે. અમારી સ્થાપના બાદથી આઝાદીની ચળવળ દરમિયાન અને પછી પણ હંમેશાં સૌથી પહેલા ભારત છે. સ્થાપના દિન નિમિત્તે પાર્ટી શનિવારે 'બંધારણ બચાવો, ભારત બચાવો' ના સંદેશ સાથે દેશના વિવિધ ભાગોમાં ફ્લેગ માર્ચ કાઢી રહી છે.

Next Story
Share it