Connect Gujarat
દેશ

દિલ્હી : ભીષણ આગથી અન્ન બજારમાં અફરાતફરી, અત્યાર સુધી 40 લોકોને બચવાયા

દિલ્હી : ભીષણ આગથી અન્ન બજારમાં અફરાતફરી, અત્યાર સુધી 40 લોકોને બચવાયા
X

રાજધાની દિલ્હીના રાણી ઝાંસી રોડ પર અનાજની માર્કેટમાં રવિવારે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટના બાદ વિસ્તારમાં હંગામો થયો હતો. જો કે ફાયર એન્જિનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવા પ્રયાસો કરાઇ રહ્યા છે.

પાટનગર દિલ્હીના રાણી

ઝાંસી રોડ પર અનાજની માર્કેટમાં રવિવારે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટના બાદ

વિસ્તારમાં અફરતફરીનો માહોલ સર્જાયો હતો.

જો કે ફાયર ફાઇટરો ઘટના

સ્થળે પહોંચ્યા હતા અને કોઈ પણ વિલંબ કર્યા વિના આગને કાબૂમાં લેવાની કવાયત શરૂ

કરી હતી.

મળતી માહિતી મુજબ

અનાજના માર્કેટમાં એક મકાનને આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે આગ પર કાબૂ મેળવવા

માટે 30 ફાયર એંજીન પહોંચ્યા હતા. આ આગમાં અત્યાર

સુધી 40 લોકોને બચાવવામાં

આવ્યા છે. આ ઘટના સવારે 5 વાગ્યાની છે. જ્યાં ત્રણ

માળની બેકરી છે. ત્યાં આજુબાજુની ત્રણ બેકરીઓના ઉપરના માળે આગ લાગી હતી.

આ ઘટના બાદ ફાયર

અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર તદ્દન

ભીડભાર વાળો છે. કેટલાક લોકો હજી પણ ફસાયા છે. આ ઘટનામાં આગ લાગવાના કારણો હજુ જાણવા મળ્યા નથી. રાહત અને બચાવ કામગીરી હજી

સ્થળ પર યથાવત છે.

Next Story