Connect Gujarat
લાઇફસ્ટાઇલ

દિલ્હી હાઇકોર્ટમાં આજે ફિલ્મ ‘ઝીરો’ પર સુનાવણી,

દિલ્હી હાઇકોર્ટમાં આજે ફિલ્મ ‘ઝીરો’ પર સુનાવણી,
X

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જીરો’ના ટ્રેલર લૉંચ થયા બાદ વિવાદોમાં ફસાઇ ગઇ છે. શિખ સમુદાયે આ ફિલ્મના એક દ્દશ્યને લઇને નારાજગી જાહેર કરી ત્યારબાદ આ મામલો દિલ્હી હાઇકોર્ટમાં પહોંચી ગયો છે. શુક્રવારેના આજ રોજ દિલ્હી હાઇકોર્ટમાં આ મામલાની સુનાવણી હાથ ધરાશે.

જો કે, આ આખો મામલો શિખ સમુદાયના એક ધાર્મિક પ્રતિક સાથે જોડાયેલો છે. ફિલ્મના પોસ્ટર અને ટ્રેલરના એક સીનમાં શાહરૂખ ખાનને કૃપાણ સાથે દેખાડવામાં આવ્યો છે. આ દ્દશ્યમાં નિકર અને બનિયાન પહેરેલા શાહરૂખ નોટોના હારની સાથે ગળામાં કૃપાણ ધારણ કરેલો દેખાઇ રહ્યો છે. શિખ સમુદાયની નારાજગી આ દ્દશ્યને લઇને છે. શિખ સમુદાય કૃપાણને પોતાનું ધાર્મિક પ્રતિકનું અપમાન માને છે.

દિલ્હી શિખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (ડીએસજીપીસી)ના ધર્મ પ્રચાર કમિટીના ચેરમેન પરમજીત સિંહ રાણાએ એક પત્ર જાહેર કરતા કહ્યું હતું કે, કૃપાણ શિખોના ધાર્મિક ચિન્હ છે, જે માત્ર દેખાડવા માટે નથી, પરંતુ તેની સાથે માનવીય ભાવનાઓ અને સંકલ્પ પણ જોડાયેલા છે. તેમણે કહ્યું કે, ફિલ્મોમાં ધાર્મિક ચિન્હોનો મઝાક ઉડાવવો હાલ ટ્રેન્ડ બની ગયો છે.

તમને જણાવી દઇએ કે, એડવોકેટ અમૃત સિંહ ખાલસાએ આ મહિનાની શરૂઆતમાં જીરો વિરુદ્ધ એક અરજી દાખલ કરી હતી. અરજીમાં ફિલ્મના કૃપાલવાળા તમામ સીન્સને હટાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કોર્ટને અપીલ કરવામાં આવી છે કે ફિલ્મના નિર્માતાઓને કૃપાલવાળો સીન ફિલ્મથી હટાવવા માટે આદેશ કરે. તેની સાથે અરજીકર્તાએ સેન્સર બોર્ડને અપીલ કરી છે કે ફિલ્મને ત્યા સુધી રિલીઝને લીલી ઝંડી ન આપવામાં આવે જ્યાં સુધી તે વિવાદિત સીન ફિલ્મમાંથી ન હટાવી લે.

Next Story