જામનગરનાં મોરકંડા ગામે દિવાળી નિમિતે  અલગ અલગ વસ્તુઓમાંથી  વિશાળ શ્રીજીની રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી બનાવવા માટે અનાજ કઠોળ ચલણી નોટો અને સિક્કા જેવી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે.

જામનગરનાં મોરકંડા ગામે પટેલ શેરીમાં રહેતા ચૌહાણ કમલેશભાઈ છેલ્લા ૧૧ વર્ષ થી પોતાના ઘરનાં આંગણામાં અલગ અલગ કઠોળ, અનાજ અને અનેક વસ્તુઓનો ઉપયોગ કરી વિશાળ રંગોળી બનાવે છે. જે આ વર્ષે કમલેશભાઈએ દિવાળીને અનુલક્ષીને ૧૧ ફૂટ લાંબી અને ૬ ફૂટ પહોળી અનાજ, કઠોળ, ચલણીનોટ, સિક્કાનો ઉપયોગ કરી ૧૧ ફૂટની શ્રીનાથજી કલાત્મક રંગોળી બનાવી છે.

રંગોળીમાં ઘઉં, બજારો, ચોખા, જાર, સફેદ મકાઈ, લાલ મકાઈ, મગ, મગ ની દાળ, રાજમાં, મગ ની છડી, દાળ, તુવેર દાળ, ચણા, કાબુલી ચણા, સફેદ વટાણા, લીલા વટાણા, અડદની દાળ, મઠ પીળા મગ, નવું અને જુનું ચલણ, ચાંદીના સિક્કા સહીત ૨૯ પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ રંગોળી ભારે જહેમત થી કમલેશ ભાઈ અને તેમના પાડોશી દ્વારા ઘરના આંગણામાં બનાવવામાં આવી છે

 

LEAVE A REPLY