દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરતાં કચ્છને ઘાસચારા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા કરાયા સહિયારા પ્રયાસો

કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો જિલ્લો હોવા સાથે અંદાજે ૨૦ લાખ જેટલું પશુધન ધરાવે છે. અવાર-નવાર દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરતાં કચ્છને ઘાસચારા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા સહિયારા પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે.
જિલ્લા કલેકટરે આ મુદ્દે જાતે આગવી પહેલ કરીને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે બેઠક યોજીને તમામ પ્રાંત અધિકારીઓને દરેક તાલુકામાં પાંચ ગામવાર એક કલસ્ટર બનાવી એક-એક એનજીઓને ઘાસચારા વાવેતર માટે બે-બે કલસ્ટર ફાળવવા નિર્દેશો આપ્યા છે. છેલ્લા 3 વર્ષથી કચ્છમાં અપૂરતો વરસાદ પડે છે જેને લઈને પશુ પાલકોને ઘાસની તંગી વર્તાય છે અને કરછ બહારથી ઘાસચારો મંગાવાની નોબત આવે છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા નવતર પ્રયોગ કરી ઘાસચારા માટે કરછને સ્વનિર્ભર બનવાનું આયોજન થયું છે જેમાં સરપંચ અને ગામ લોકોનો સહયોગ લઇ વેસ્ટ વોટર દ્વારા મોટા પાયે ઘાસચારા વાવેતરની યોજના ઘડાઈ છે. ફોરેસ્ટની જમીનમાં પણ વન વિભાગ સાથે સંકલન સાધી વાવેતર કરવા વહીવટીતંત્ર દ્વારા નિર્દેશો આપી દેવામાં આવ્યાં છે.ચાલુ વર્ષે પૂર્વ વન વિભાગ દ્વારા ૫૬૦ હેકટરમાં તેમજ પશ્ચિમ વન વિભાગ દ્વારા ૭૩૦ હેકટરમાં ઘાસચારા વાવેતરનું આયોજન કરાઇ ચૂકયું છે.
ઉપરાંતમાં દરેક ગામોની પશુ વસ્તીની જરૂરિયાત મુજબની ગૌચર જમીન નીમ કરવા સંયુકત ઝુંબેશ હાથ ધરાયછે.જેમાં ચીયાસર, રવ, નુંધાતડ,મોટીબેર, નલીયા અને કનકપર ગામોએ ૩૬૦ હેકટરમાં ઘાસચારા વાવેતરનું આયોજન પ્રસ્તુત કરાયું હતું. આમ અંદાજે 1800 હેક્ટર માં ઘાસચારનું વાવેતર થશે.
તો કરછને ઘાસચારા માટે સ્વનિર્ભર બનવાના નવતરપ્રયોગને પશુપાલકોએ પણ વધાવી લીધો છે.ભુજ તાલુકાના કુનરીયા ગામના પશુ પાલકોએ ગ્રામ પંચાયતની 4 હેક્ટર ગોચર જમીનમાં ઘાસચારાનું વાવેતર પણ શરૂ કરી દીઘું છે.આ કામમાં કુનારીયા ગામના પશુ પાલકો સ્વંયભુ જોડાયા છે તેમજ તેમનું કહેવું છે કે જો સમગ્ર કચ્છમાં આ રીતે ઘાસચારા નું વાવેતર થશે તો પશુ પાલકોને અછતની સ્થિતિમાં જિલ્લા બહારથી ઘાસચારો મગાવાની જરૂર નહીં પડે અને કચ્છના પશુ પાલકોને મોટો ફાયદો થશે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 580 નવા કેસ નોધાયા, 391 દર્દીઓ થયા...
2 July 2022 4:34 PM GMTઅમરેલી : વરુણદેવને રીઝવવા રાજુલાના કુંભનાથ મંદિરે યોજાયો યજ્ઞ-હવન
2 July 2022 3:11 PM GMTસુરેન્દ્રનગર : ભોગાવો નદીમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...
2 July 2022 2:55 PM GMTભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના કંપાઉન્ડમાં ભરાયું વરસાદી પાણી,...
2 July 2022 2:02 PM GMTઅમદાવાદ : રથયાત્રાના બંદોબસ્ત બાદ ઘરે જતી વેળા પોલીસે ફરી દોડવું...
2 July 2022 12:57 PM GMT