Top
Connect Gujarat

દેશનાં પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહર્ત કરતા પીએમ મોદી અને શિંઝો આબે

દેશનાં પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહર્ત કરતા પીએમ મોદી અને શિંઝો આબે
X

દેશનાં પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનનાં પીએમ શિંઝો આબેએ ભૂમિપૂજન કર્યું હતુ. આ પ્રસંગે શિંઝો આબેએ નમસ્કાર કહીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.

જનમેદનીને સંબોધન કરતા જાપાનનાં પીએમ શિંઝો આબેએ જણાવ્યું હતુ કે વડાપ્રધાન મોદી મારા એક સારા મિત્ર છે. બુલેટ ટ્રેન પ્રોજેકટમાં તેઓએ જાતે રસ લીધો હોવાનું જણાવ્યું હતુ. જાપાનથી 100 થી વધુ એન્જિનિયરો ભારત આવી ગયા છે. ભારત મજબૂત છે જે જાપાન માટે પણ હિતકારક છે.

ખાતમૂહુર્ત પહેલા શિંઝો આબેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈસ્પીડ રેલના રૂટનું મોડલ દર્શન કરાવ્યું હતું. મુંબઈ થી અમદાવાદ સુધી ચાલનારી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને 2022 સુધી પૂરો કરવાનો ટાર્ગેટ છે. જો બધુ જ ટાર્ગેટ અનુસાર રહ્યું તો આઝાદીની 75મી વર્ષગાંઠ એટલે કે 15 ઓગષ્ટ 2022 સુધીમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડવા લાગશે.

Next Story
Share it