દેશની પ્રથમ "ડિજિટલ ચેકપોસ્ટ" નું સીએમ રૂપાણીના હસ્તે લોકાર્પણ
BY Connect Gujarat30 Dec 2016 2:04 PM GMT

X
Connect Gujarat30 Dec 2016 2:04 PM GMT
ગુજરાતના શામળાજી ખાતે દેશની પહેલી ડિજિટલ ચેકપોસ્ટનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શુક્રવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
આ ચેક પોસ્ટ સંપૂર્ણ રીતે કમ્પ્યૂટરાઇસ છે જેનાથી ઓટોમેટિક સેન્સર વડે વાહનની લંબાઈ, પહોળાઈ ,વજન તેમજ તેમાં ભરેલા માલનું વજન વિશેની માહિતી ઓટોમેટિક કોપી તૈયાર થઇ જશે.આ સાથે કેમેરાઓ દ્વારા ચેકપોસ્ટનું સતત નિરીક્ષણ પણ કરવામાં આવશે.
ભારત ડિજિટલ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે આ વિકાસલક્ષી કદમ દ્વારા દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ શામળાજી ખાતે શરૂ કરવામાં આવી છે જ્યાં વાહનોએ કેટલો દંડ ભરવો પડશે એ પણ ઓટોમેટિક મેમો કોમ્પ્યુટર દ્વારા તૈયાર થઇ જશે.
Next Story