Connect Gujarat

દેશભરમાં થાળીના નાદ સાથે આરોગ્ય સહિત અન્ય વિભાગના કર્મીઓને બિરદાવાયાં

દેશભરમાં થાળીના નાદ સાથે આરોગ્ય સહિત અન્ય વિભાગના કર્મીઓને બિરદાવાયાં
X

કોરોના વાયરસના સંદર્ભમાં રવિવારે જનતા કરફયુ બાદ સાંજના સમયે ગુજરાત સહિત દેશભરમાં લોકોએ થાળી તથા ઘંટનાદ કરી મોતની પરવા કર્યા સિવાય કોરોનાને રોકવા ફરજ બજાવી રહેલાં આરોગ્ય સહિતના અન્ય વિભાગના અધિકારીઓ તથા કર્મીઓને સન્માન આપ્યું હતું.

ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં મહામારી તરીકે ઉભરી આવ્યો છે. ગુજરાતમાં પણ સુરતના 69 વર્ષીય વૃધ્ધનું કોરોનાની બિમારીથી મોત થયું છે. કોરોના વાયરસની એકટીવીટી 36 કલાકની હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી જનતા કરફયુનું એલાન કર્યું હતું જેને દેશવાસીઓનો અભુતપુર્વ પ્રતિસાદ મળ્યો છે. રવિવારે આખો દિવસ પરિવાર સાથે પસાર કર્યા બાદ લોકોએ પોતાના ઘરોની બાલ્કની તથા રસ્તાઓ ઉપર આવીને થાળીઓ વગાડી હતી. કોરોના વાયરસને રોકવા મોતની પરવા કર્યા વિના ફરજ બજાવી રહેલા આરોગ્ય, વહીવટી અને પોલીસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓને સન્માન આપવામાં આવ્યું હતું. ભરૂચ સહિત સમગ્ર રાજયમાં લોકો કોરોના વાયરસ સામેની લડતમાં સંગઠિત જોવા મળ્યાં છે.

Next Story
Share it