Connect Gujarat
Featured

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27,800 ને પાર,800થી વધુના મોત

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27,800 ને પાર,800થી વધુના મોત
X

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27, 800 ને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 800થી વધુ લોકોના મોત થયા છે.

નવા કેસની વાત કરીએ તો રવિવારે મહારાષ્ટ્રમાં 440, દિલ્હીમાં 293, ગુજરાતમાં 230, મધ્યપ્રદેશમાં 145, રાજસ્થાનમાં 102 સહિત દેશમાં 1600થી વધુ પોઝિટિવ કેસ

નોંધાયા છે. આંધ્રના કુર્નૂલના સાંસદ ડો. સંજીવ કુમારના

પરિવારના 6 સભ્યો સંક્રમિત છે. દિલ્હીની બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલના 29 ડોક્ટરો અને આરોગ્ય

કર્મચારીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારોની માહિતી અનુસાર છે.

Next Story