Top
Connect Gujarat

ધંધુકા બરવાળા હાઈવે પર માર્ગ અકસ્માતમાં જૈન પરિવારનો માળો પીંખાયો, 11 સભ્યોનાં મોત

ધંધુકા બરવાળા હાઈવે પર માર્ગ અકસ્માતમાં જૈન પરિવારનો માળો પીંખાયો, 11 સભ્યોનાં મોત
X

ધંધુકા બરવાળા હાઇવે પર ટ્રક અને જીપ વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં જૈન પરિવારના 11 સભ્યો કરુણ મોતને ભેટ્યા હતા.

તારીખ 27મી રવિવારની વહેલી સવારે ધંધુકા બરવાળા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને જીપ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં જૈન પરિવારના 11 સભ્યોનાં ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજયા હતા.

11 મૃતકોમાં પાંચ મહિલાઓ અને છ પુરૂષો હતા. જો કે આ સમગ્ર બનાવમાં એક બાળકનો ચમત્કારીક બચાવ થવા પામ્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતમાં હોમાઈ ગયેલ પરિવાર મુંબઈનો હતો. જે પાલીતાણા આદિશ્વર દેવના દર્શન માટે જતા હતા.

Next Story
Share it