ધરમપુર તાલુકાના પાનવા ટીટુખડકની લાવરી નદીને પાંસઠ લાખ ઉપરાંતના ખર્ચે પુનર્જિવિત કરવા કવાયત

New Update
ધરમપુર તાલુકાના પાનવા ટીટુખડકની લાવરી નદીને પાંસઠ લાખ ઉપરાંતના ખર્ચે પુનર્જિવિત કરવા કવાયત

લાવરી નદીના સાત કિમી પટ વિસ્‍તારમાં ભુમિ અને જળ સંરક્ષણના ૩૮ કામો થઇ રહ્યા છે :

Advertisment

વલસાડ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ તળાવો ઉંડા કરવા, નવા બનાવવા, ચેકડેમો ઊંડા કરવા, નવા બનાવવાની કામગીરી કલેકટર સી.આર.ખરસાણના માર્ગદર્શન હેઠળ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ઔદ્યોગિક એકમો અને સહકારી મંડળીઓના સથવારે પૂર ઝડપે થઇ રહી છે. ખાતાકીય રાહે વન વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી, દમણગંગા યોજના, સિંચાઇ વિભાગ દ્વારા પણ તળાવો ઊંડા કરવાની કાર્યવાહી થઇ રહી છે.

ધરમપુર તાલુકાના પાનવા-ટીટુખડકની લાવરી નદીના છ કિમી. પટ વિસ્‍તારને પુનર્જિવિત કરવામાં આવી રહયો છે. રૂા.૬પ લાખના ખર્ચે નદીના પટ વિસ્‍તારમાં ૩૮ જેટલા કામો થઇ રહયા છે. વલસાડ કલેકટર સી.આર.ખરસાણે ધરમપુર તાલુકાના ટીટુખડક-પાનવા ખાતે લાવરી નદીને પુનર્જિવિત કરવાની થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી, અધિકારીઓ અને ગામજનો સાથે ચર્ચા કરી હતી. કલેકટર સાથે ધરમપુર ધારાસભ્‍ય અરવિંદપટેલ અને જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, પ્રાંત અધિકારી એમ.બી.પ્રજાપતિ પણ જોડાયા હતા.publive-imageકલેકટરે ધરમપુર ધોબીધોવાણ સ્‍વર્ગવાહિની નદીની સાફ-સફાઇની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. પાનવા ખાતે તળાવ ઊડું કરવાની કામગીરીનું નિરીક્ષણ કરી, મનરેગા યોજના હેઠળ થઇ રહેલી કામગીરીમાં જોતરાયેલા જોબકાર્ડ ધારકો સાથે રોજગારી અંગે પણ ચર્ચા કરી હતી.

વલસાડ કલેકટરે જણાવ્‍યું હતું કે, લાવરી નદીના છ કિમી વિસ્‍તારમાં તળાવ ઊંડા કરવા, ચેકવોલ, ખેતતલાવડી, ગલીપ્‍લગ, પત્‍થરપાળા, લાવરી નદી પર હયાત ચેકડેમને ઊંડા કરવા સાથે નદીને પુનર્જિવિત કરવાની કામગીરી થઇ રહી છે. સુજલામ સુફલામ યોજના હેઠળ વલસાડ જિલ્લામાં ૩૦૦ જેટલા કામો ચાલી રહયા છે.

ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં ચેરાપુંજી ગણાય છે એમ જણાવી કલેકટરે ઉમેર્યું હતું કે, અહીં ૧૦૦ ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડે છે. પરંતુ પહાડી વિસ્‍તાર હોવાના કારણે પાણી વહી જાય છે. આ વહી જતા પાણી જમીનમાં જાય તો લોકોને લાભ થશે એવા શુભ આશય સાથે મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને સુજલામ સુફલામ જળ અભિયાનનો મહત્‍વનો નિર્ણય કરીને, કાર્યો થઇ રહયા છે. જેનો લાભ વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોને થશે. જળસંચયના કામો થકી લોકોને રોજગારી માટે સ્‍થળાંતર કરવું પડતું નથી. ઘરઆંગણે મનરેગા યોજના અને વનવિભાગની યોજના હેઠળ રોજગારી મળી રહી છે.publive-image

કલેકટરના જણાવ્‍યા અનુસાર વલસાડ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળ ૭પ૨ કામો થશે. જેમાં ૧૨૦ કામો સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ઔદ્યોગિક એકમો ના સહયોગ વડે થશે. જેમાં હાલમાં ૬૦ જેટલા કામો પ્રગતિ હેઠળ છે.

પાનવા-ટીટુખડક ગામ અંદાજિત ત્રણ હજાર જેટલી આદિવાસી વસતિ ધરાવે છે. સરપંચ શંકુતલા ચૌધરી જણાવે છે કે, આ વિસ્‍તારમાં વધુ વરસાદ પડે છે, પરંતુ પાણી વહી જાય છે.અમારા વિસ્‍તાર માટે પ્રથમવાર પાણીના પ્રશ્ન અંગે મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની સરકારે વિચાર્યું છે. આદિવાસી વિસ્‍તારની ચિંતા કરી છે. લાવરી નદી ઊંડી અને પુનર્જિવિત થવાના કારણે પાણીની સમસ્‍યાનું કાયમી નિરાકરણ આવશે. આવતા ઉનાળામાં પાણીની મુશ્‍કેલી પડશે નહી, એવું અમારૂં માનવું છે. નદી પુનર્જિવિત કામ ચાલુ થવાના કારણે અમારા ગામના લોકોને રોજગારી માટે બહાર જવું પડતું નથી. ઘરઆંગણે રોજગારી મળી રહી છે.

Advertisment

ટીટુખડકના રમીલાબેન ભીંસરા કે જેઓ જોબકાર્ડ ધારક છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીની મનરેગા યોજના હેઠળ લાવરી નદીમાં થઇ રહેલી કામગીરીમાં રોજગારી મેળવી રહયા છે. તેઓ કહે છે કે, અમને સરકારે ઘરઆંગણે રોજગારી આપી. રોજગારી સાથે અમારા ગામની નદી ઊંડી થવાથી પાણી મળશે. જેનાથી નાના ખેડૂતો પણ સિંચાઇ કરીને ખેતી કરી શકશે. પીવાનું પાણી પણ મળશે. પત્‍થરના પાળા બનાવવાથી આજુબાજુની જમીનનું ધોવાણ પણ અટકશે.

ધરમપુર તાલુકામાં સુજલામ સુફલામ યોજના હેઠળ અનેક સ્‍થળોએ તળાવો ઊંડ કરવાની કામગીરી થઇ રહી છે.

Advertisment
Latest Stories