Connect Gujarat
દેશ

ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર એક પણ વિમાન ઉડાન ભરી ન શક્યું

ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર એક પણ વિમાન ઉડાન ભરી ન શક્યું
X

જમ્મુ-કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બરફવર્ષા શરૂ

દિલ્હીમાં ગુરુવારે સવારે ભારે ધુમ્મસને કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશલ એરપોર્ટ પર સવારે 7.30 વાગે એક પણ વિમાને ઉડાન ભરી ન હતી. આ ઉપરાંત આવનારા વિમાનોને પણ ડાઈવર્ટ કરાયા હતા. કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં બુધવારે વર્ષની પહેલી હિમવર્ષા થઈ હતી, જેથી એક-બે દિવસોમાં મેદાની વિસ્તારોમાં ઠંડી વધવાના અણસાર છે.

પ્રવાસી સ્થળ ગુલમર્ગમાં સવારે 8.8મિમી અને કુપવાડામાં 7.4 મિમી હિમવર્ષા થઈ હતી. જેના કારણે શ્રીનગરોનો પારો 4.2 ડિગ્રી ગગડીને શૂન્ય ડિગ્રી પહોંચી ગયો હતો. કારગિલમાં પારો માઈનસ 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. લદાખમાં તાપમાન માઈનસ 12.4 ડિગ્રી રહ્યું હતુ. ઓડિશામાં પણ 10 જગ્યાએ તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયુ હતુ. તેલંગાણામાં ઓરેન્જ અને આંધ્રપ્રદેશમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ પ્રમાણે , જમ્મુ-કાશ્મીરમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયો છે. આ અઠવાડિયામાં એક પછી એક ઘણાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ બનતા જોવા મળી રહ્યાં છે.અગાઉ પણ ચાર દિવસો સુધી કાશ્મીર, હિમાચલ, અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ હતી.

Next Story