Connect Gujarat
ગુજરાત

ધોધમાર વરસાદથી કાલોલના રતનપુર ગામ થી ગોકળપુરા તરફ જવાના રસ્તાઓ ધોવાયા

ધોધમાર વરસાદથી કાલોલના રતનપુર ગામ થી ગોકળપુરા તરફ જવાના રસ્તાઓ ધોવાયા
X

પંચમહાલ જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા જીલ્લામાં રહેતા ખેડુતો ખુશખુશાલ દેખાય રહયા છે.ત્યારે પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાં રતનપુર ગામ થી ગોકળપુરા તરફ જવાના રસ્તો પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના અંતર્ગત હાલમાં નવીન બનાવવામાં આવ્યો હતો. આ રસ્તાઓ પણ વરસાદને કારણે ધોવાય ગયા છે. રસ્તા ઉપર કેટલાક ઠેકાણે ગાબડા પડી ગયેલા જોવા મળી રહ્યા છે. નવીન બનાવેલા રસ્તાઓ વરસાદના પાણીમાં ધોવાય જતા તેની કામગીરી સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.આ રસ્તા પરથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો પસાર થતા હોય છે. ત્યારે આ મોટા ગાબડાઓને કારણે પડી જવાનો ભય લોકોમાં ફેલાઈ રહ્યો છે .

આ મામલે સરપંચ અને ગ્રામજનો દ્વારા માર્ગ અને મકાન વિભાગના તંત્રને લેખિતમાં રજુઆતો કરીને પડેલા ગાબડાને તાત્કાલિક રીપેરીંગ કરવાની માંગ કરવામાં આવી છે. હવે એ જોવાનું રહયુ છે કે આ મામલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તા પર પડેલા ગાબડાઓનુ રીપેરીંગ કામ ક્યારે કરવામાં આવે છે?

Next Story
Share it