Top
Connect Gujarat

ધોરાજી : દલિતો દ્વારા 11 વરઘોડા કાઢી કરવામાં આવ્યો પ્રતિકાત્મક વિરોધ, જુઓ કેવો હતો માહોલ

ધોરાજી : દલિતો દ્વારા 11 વરઘોડા કાઢી કરવામાં આવ્યો પ્રતિકાત્મક વિરોધ, જુઓ કેવો હતો માહોલ
X

સ્વતંત્ર ભારત માં ઘણી જગ્યા એ હજુ પણ દલિતો ને અસ્પૃશ્ય ગણવામાં આવે છે, ગુજરાત ના અરવલ્લી ના ખીમસર અને મોડાસાના ગામડાના માં દલિત ના લગ્ન પ્રસંગે કાઢવાં આવેલા વરઘોડા માં થયેલ વિરોધ થયો હતો, ત્યારે ધોરાજી માં થયેલ દલિતો ના 11 સમૂહ લગ્ન એ એક ઉદાહરણીય દાખલો બન્યા છે, અને એક કોમી એકતા ની મિશાલ બન્યા છે

ધોરાજીમાં દલિત સમાજ દ્વારા 11 જેટલી દલિત દીકરીઓના સમાજ દ્વારા લગ્ન યોજવામાં આવ્યા હતા, આ લગ્નમાં વિવિધ ગામો અને શહેરોમાં થી જાન આવી હતી, ધોરાજીમાં જાન લઇ ને આવેલ વરરાજાઓના વાજતે ગાજતે વરઘોડા કાઢવામાં આવ્યા હતા, આ વરઘોડા શહેર ભરમાં ફર્યા હતા, ત્યારે ધોરાજી શહેરના મોટાભાગના સમાજ દ્વારા આ વરઘોડાનું સ્વાગત કરવામાં આવેલ હતું, જેમાં ધોરાજી મુસ્લિમ સમાજ અને ધોરાજી પટેલ સમાજ દ્વારા આ વરઘોડાનું શહેરના ચોકમાં સ્વાગત કરીને સત્કારવામાં આવ્યા હતા, દલિતોના આ વરઘોડાનું સ્વાગત કરી તમામ સમાજ દ્વારા કોમી એકતા ની મિશાલ પુરી પડેલ હતી, અને દલિત સમાજ દ્વારા પણ અન્ય સમાજ દ્વારા કરવામાં આવેલ સ્વાગતને આવકર્યું હતું, સાથે સાથે અન્ય સમાજ દ્વારા દલિતોની દીકરીઓને આપવામાં આવેલ કરિયાવરને લઈને આનંદની લાગણી અનુભવી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="97163,97164,97165,97166,97167"]

ધોરાજીમાં યોજાયેલ આ દલિત ના લગ્ન એ કોમી એકતાની મિશાલ બન્યા છે સાસરે જઈ રહેલ આ દલિતો ની દીકરી ને અન્ય સમાજ દ્વારા પણ કરિયાવર માટે વસ્તુ ઓ આપી ને પોતાની દીકરી સાસરે જતી હોય તેમ વળાવી હતી, જેમાં પટેલ સમાજ, રબારી સમાજ, મુસ્લિમ સમાજ સહિત ના સમાજ દ્વારા આ દીકરી ઓ ને કરિયાવર ની વસ્તુ ઓ પુરી પાડવા માં આવી હતી સાથે સાથે પોતાના સમાજ ની જ દીકરી હોય તે રીતે અને દલિત સમાજ પોતાના ભાઈ હોય તે રીતે સ્વાગત કરીને આ સમૂહ લગ્નમાં જોડ્યા હતા

ગુજરાત ના અરવલ્લી, મોડાસામાં દલિતના વરઘોડા દરમિયાન બનેલ ઘટનાના પગલે ધોરાજી માં નીકળે વરઘોડા ને પોલીસ દ્વારા પૂરતું રક્ષણ આપવા માં આવેલ હોતું અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તમામ સુરક્ષા ના પણ લેવા માં આવેલ હતા , સુરક્ષા ના ભાગ રૂપે એક ડી,વાય એસ.પી. એક પી.આઈ. અને ત્રણ જેટલા પી.એસ.આઈ. અને મોટી સંખ્યા માં કોન્સ્ટેબલો હાજર રહ્યા હતા, જયારે પોલીસ પણ જાણે આ જે આ એક દિવસ ના રાજા ના પ્રોટોકોલ માં હજાર હોય તેવો ભાવ વ્યક્ત કરેલ હતો

ધોરાજી માં થયેલ દલિતો ના સમૂહ લગ્ન અને અન્ય સમાજ દ્વારા આપવા માં આવેલ સહકાર એ અહીં રહેલા તમામ સમાજ ની એકતા ની સાબિતી છે, અને અસ્પૃશ્યતા ને અહીં થી જાકારો મળી ચુક્યો છે તેની સાબિતી છે.

Next Story
Share it