Top
Connect Gujarat

ધોરાજી નગરપાલિકાના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ગંદા પાણી મુદ્દે અપાયું ડેપ્યુટી કલેકટરને આવેદન

ધોરાજી નગરપાલિકાના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ગંદા પાણી મુદ્દે અપાયું ડેપ્યુટી કલેકટરને આવેદન
X

ધોરાજી નગરપાલિકાના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ધોરાજીમાં નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી અત્યંત ગંદુ અને લોકોના આરોગ્યને હાની પહોંચે તેવું પાણી વિતરણ કરાઈ રહ્યું છે. અને સપ્તાહમાં માત્ર એક વાર પાણી વિતરણ થાઈ છે અને લોકો પાણી જેવી પ્રાથમિક સુવિધાઓને લઈને હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે ધોરાજીના પાણી દાર કહેવાતા ધારાસભ્ય લલિત વસોયા ચુપ કેમ છે?

[gallery td_gallery_title_input="ધોરાજી નગરપાલિકાના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ગંદા પાણી મુદ્દે અપાયું ડેપ્યુટી કલેકટરને આવેદન" td_select_gallery_slide="slide" size="large" ids="92883,92884,92885,92886,92887"]

ધારાસભ્યને પ્રશ્ન છે કે નગરપાલિકાની ચુંટણીમાં ડંફાસ મારતા હતા કે દર પંદર દિવસે હું પોતે નગરપાલિકામાં રૂબરૂ બેસી અને લોકોના પ્રશ્નો સાંભળીશ અને પ્રશ્નોના નિકાલ કરીશ ત્યારે આજે ધોરાજીની પ્રજા તમને પૂછે છે કે પુરતું પાણી હોવા છતાં સપ્તાહમાં માત્ર એક વાર પાણી વિતરણ કરવામાં આવે છે. અને તે પણ ગંદુ પાણી લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહયાં છે.

ત્યારે ધારાસભ્ય લલિત વસોયા પોતાની પ્રતિક્રિયા આપે અને ગંદુ પાણી વિતરણ થતું હોય તે બંધ કરી અને સારૂં પાણી વિતરણ કરવામાં આવે નહીંતર આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે વધુ આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે તેવી માંગ સાથે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Next Story
Share it