Connect Gujarat
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે: જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે: જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ!
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરી ગુજરાતના પ્રવાસે આવનાર છે. અગાઉ મોદીએ ગુજરાતના પડેલા ભારે વરસાદના કારણે પોતાના પ્રવાસ રદ કર્યો હતો. ત્યારે હવે આગામી ૨૩ ઓગસ્ટે પીએમ મોદી ગુજરાત આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરી ગુજરાતના પ્રવાસે આવશે ત્યારે વલસાડમાં બે પ્રોજેક્ટનું લોકાર્પણ અર્થ તેઓ વલસાડ જશે, ત્યારબાદ આવાસ યોજના હેઠળ ગરીબ લોકોને મકાનો લાભાર્થીઓને ફાળવશે. ધરમપુરમાં પણ પાણી પુરવઠા જૂથ યોજનાનું લોકાર્પણ પણ કરશે. આ સિવાય જૂનાગઢમાં મેડિકલ કોલેજનું ઊદ્ધાટન કરશે, ત્યારબાદ ગાંધીનગર ખાતે યોજાનાર પદવીદાન કાર્યક્રમમાં પણ હાજરી આપી શકે છે. સાથે ફોરેન્સિક સાયન્સ યુનિ.ના પદવીદાન કાર્યક્રમમાં આપશે હાજરી આપે તેવી શક્યતા રહેલી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૩ ઓગસ્ટે ગુજરાત આવશે ત્યારે જૂનાગઢ, ધરમપુર, વલસાડ અને ગાંધીનગરના યોજાનાર કાર્યક્રમોમાં હાજરી આપશે. આગામી સમયમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર કબજો જમાવવા પીએમ મોદીની આગેવાનીમાં તખ્તો ઘડાઈ શકે છે. PM મોદીએ ફરી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરી ગુજરાતના પ્રવાસે આવનાર છે. અગાઉ મોદીએ ગુજરાતના પડેલા ભારે વરસાદના કારણે પોતાના પ્રવાસ રદ કર્યો હતો. ત્યારે હવે આગામી 23 ઓગસ્ટે પીએમ મોદી ગુજરાત આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરી ગુજરાતના પ્રવાસે આવશે ત્યારે વલસાડમાં બે પ્રોજેક્ટનું લોકાર્પણ અર્થ તેઓ વલસાડ જશે, ત્યારબાદ આવાસ યોજના હેઠળ ગરીબ લોકોને મકાનો લાભાર્થીઓને ફાળવશે. ધરમપુરમાં પણ પાણી પુરવઠા જૂથ યોજનાનું લોકાર્પણ પણ કરશે. આ સિવાય જૂનાગઢમાં મેડિકલ કોલેજનું ઊદ્ધાટન કરશે, ત્યારબાદ ગાંધીનગર ખાતે યોજાનાર પદવીદાન કાર્યક્રમમાં પણ હાજરી આપી શકે છે. સાથે ફોરેન્સિક સાયન્સ યુનિ.ના પદવીદાન કાર્યક્રમમાં આપશે હાજરી આપે તેવી શક્યતા રહેલી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૩ ઓગસ્ટે ગુજરાત આવશે ત્યારે જૂનાગઢ, ધરમપુર, વલસાડ અને ગાંધીનગરના યોજાનાર કાર્યક્રમોમાં હાજરી આપશે. આગામી સમયમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર કબજો જમાવવા પીએમ મોદીની આગેવાનીમાં તખ્તો ઘડાઈ શકે છે.

Next Story
Share it