નર્મદાઃ SRP જવાનોને “જેસે થે”ની સ્થિતિમાં રહેવા આદેશ, જુઓ શું છે સમગ્ર મામલો….

0
269

નર્મદા જિલ્લાનું કેવડિયા કોરોના હોટસ્પોટ  બનતા SRP જવાનોને જે સે થેની સ્થિતિમાં રહેવા આદેશ કર્યો છે. અને નવો હુકમ ના થાય ત્યાં સુધી ફરજ પર ગયેલા કોઈ જવાન ઘરે પાછો નહિ જઈ  શકે.

કેવડિયા કોલોની  કોરોના હોટસ્પોટ  બન્યું છે જેને લઈને લોકોમાં ફાફળાટ ફેલાયો છે. 17 જૂન સુધી  33 કેસ નોંધાયા હતા બાદમાં સુરત ખાતે  લોકડાઉન-3માં ફરજ બજાવી કેવડિયા પરત આવેલી SRPની ત્રણ ટુકડીના કેટલાક SRP  જવાનો સંક્રમિત હોવાથી વાયરસ ફેલાયો.  એક SRP જવાન કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમે કેવડિયામાં ધામા નાખ્યા અને કોરન્ટાઇન ઝોન જાહેર કરી એક પછી એક જવાનો અને તેમના પરિવારોને ચેકીંગ કરતા કેસો વધતા ગયા.  આજે  10 દિવસમાં જિલ્લાના 33 કોરોના પોઝિટિવ કેસોમાંથી વધીને 85 પર  પહોંચી ગયા છે. 10 જ દિવસમાં 52  કેસો પ્રકાશમાં આવ્યા.

જિલ્લામાં આવેલ નર્મદા ડેમ અને સ્ટેચ્યુની સુરક્ષા જેમના માથે છે એ સુરક્ષા જવાનોને કોરન્ટાઈન  કરવામાં આવે તો આ સ્થળની  સુરક્ષા  જોખમાય અને તેથી જ સુરક્ષાને પ્રાધાન્ય આપી જે જવાનો  સંક્રમિત નથી તેમને  વિવિધ પોઇન્ટ પર મૂકી ઘરે નહિ જવા હુકમ કર્યો છે. જેમને પરિવાર સાથે મળવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જોકે મોટાભાગના SRP જવાન આ નિર્ણયથી સહમત છે. હાલ એસઆરપી જવાન જ્યાં અને જે પોઇન્ટ પર  ફરજ બજાવે છે ત્યાં જ  તેમને જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.  

સુરત ખાતે ફરજ બજાવવા ગયેલ જવાનોના કોરોના સંક્ર્મણને કારણે  જ કેવડિયા  કોરોના હોટસ્પોટ બન્યું છે ત્યારે MIDIYA  સુરત ખાતે ફરજ પર ગયેલ એસઆરપી જવાન જોરાભાઈ સાથે કનેક્ટ ગુજરાતે વાતચીત કરી છે. આવો સાંભળીએ તેમની મનોસ્થિતિ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here