નર્મદા જિલ્લામાં ખેતરમાં ભુછરા નામની જીવાત પડતાં ખેતી નીષ્ફળ જવાની ભીતિ થી ખેડૂત ચિંતામાં

- મેઘરાજા પણ રિસાયા હોઈ તેમ છેલ્લા ૮ દિવસ થી ન પડતા ખેડૂતો ચિંતામાં
- ખેતરમાં ભુછરા નામની જીવાત પડતા ખેતી નીષ્ફળ જવાની ભીતિ
- ૬૦ ટકા વિસ્તાર મા બીનપીયત એટલે કે ચોમાસુ આધારીત ખેતી
નર્મદા જીલ્લામા ચાલુ વર્ષે સમયસર અને સારો વરસાદ વરસ્યો જેથી વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોએ વાવણી કરી નાખી અને બિયારણ પણ ઉગી નીકળ્યું. પરંતુ મેઘરાજા પણ રિસાયા હોઈ તેમ છેલ્લા ૮ દિવસ થી ન પડતા ખેડૂતો ચિંતા માં મુકાયા છે. તો બીજી તરફ ખેતરમાં ભુછરા નામની જીવાત પડતા ખેતી નીષ્ફળ જવાની ભીતિ થી ખેડૂત ચિંતામાં મુકાયા છે.
નર્મદા જીલ્લામા ખાસ કોઇ મોટા ઉધોગોકે રોજગારીના સાઘન નથી એટલે જીલ્લાના ૯૦ ટકા લોકો ખેતી પર ર્નિભર છે, જીલ્લાના ૯૦ ટકા વિસ્તારમા ખેતી થાય છે તેમા પણ ૬૦ ટકા વિસ્તાર મા બીનપીયત એટલે કે ચોમાસુ આધારીત ખેતી થાય છે, છેલ્લા ચાર પાંચ દિવસ થી મરઘરાજા એ વિરામ લીધો છે, જેથી જગત નો તાત ચિંતિત બન્યો છે. શરૂઆતના ચોમાસામાં જે નબળો વરસાદ પડ્યો જેમાં જિલ્લાના ખેડૂતોએ ૩૨૭૮૫ હેક્ટર જમીન ની વાવણી કરી દીધી છે. વાવણી કરતા અંકુરો પણ ફૂટી ગયા છે.ત્યારે હવે આ ઉગીનીકળેલા પાકને જોઈએ ખડૂત જીવ બારી રહ્યો છે. જો હજુ જમીનમાં ભેજ છે એટલે સારું છે. બાકી હજુ પાંચ દિવસ વરસાદ ના પડ્યો તો આ તમામ પાક નિષ્ફળ જશે, મોંઘા બિયારણો માથે પડશે અને સીઝન મોડી થશે એ અલગ જેથી જગતનો તાત આજે ચિંતા માં ગરકી ગયો છે. હવે ખેડૂત ભગવાન પાસે સારા વરસાદ ની પ્રાથના કરી રહ્યો છે.
નર્મદા જીલ્લાની વાત કરીએ તો અહીંયા ૧.૨૫ લાખ હેક્ટર જમીન માં વાવણી થાય છે જેમાં ૬૦ ટાકા ખેતી બીન પિયત છે જે વરસાદ આધારિત છે. પિયત ખેતીને તો વાંધો નથી પણ બીન પિયત ખેતી કરતા ખેડૂતો માટે હાલ ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. કેમકે તેમના માથેથી પાણી ભરેલા વાદળો હટી ગયા છે. જિલ્લામા ૬૨૭૮૫ હેક્ટર જમીનમાં વાવેતર થઇ ગયું છે. જેમાં ખાસ કરીને નાંદોદ મકયા ૧૧૩૮૪ હેક્ટર, તિલકવાડા માં ૧૦૩૯૨ હેક્ટર, ડેડીયાપાડા માં ૧૭૨૪૨, ગરુડેશ્વર માં ૧૩૩૨૦ હેક્ટર જમીનો માં વાવેતર થઇ ચૂક્યું છે. જિલ્લામાં વિવિધ પાકોની વાવણી થઇ ગઈ છે જેમાં કપાસ ૩૫૮૬૮હેકટરમા, ડાંગર ૫૪૯૭ હેકટરમા, તુવેર ૧૧૦૯૧ હેક્ટર માં, મકાઇ ૨૮૨૬ હેકટર માં, જુવાર ૨૩૧૨ હેક્ટર માં. બાજરી ૬૫ હેક્ટરમાં, સોયાબીન ૧૧૮૪ હેક્ટર માં શાકભાજી ૧૫૦૭ હેક્ટર માં, ઘાસચારો ૧૫૦૭ હેક્ટરમાં મગ, મઠ, અળદ સહિતના અન્ય કઠોળ ૭૦૦ હેક્ટરમાં વાવેતર જિલ્લામાં થઇ ગયું છે અને અંકુરો ફૂટી પણ ગયા છે. ત્યારે મુશ્કેલી એ છે કે આ બે ત્રણ દિવસ માં વરસાદ પડાવો જોઈએ નહીતો તમામ આ વાવેતર ફેઇલ થઇ શકે છે.
નર્મદા જિલ્લા માં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો ના માથે આભ ફાટ્યું હોઈ એમ હાલ છે. પરંતુ પિયત ખેતી કરતા ખેડૂતો ની મુશ્કેલી પણ વધી છે. આજે ખેતરો માં ઉભાપાક ને ભુછરા નામની જીવાતો પડતા કેર કે શેરડી અને દિવેલાના છોડને ખાઈ જતા છોડ નો વિકાસ અટકી ગયો છે. ખેડૂતો ના કહેવા મુજબ આ જીવાત ની કોઈ દવા પણ ન મળતી હોવાથી એને અટકાવી શકાઈ તેમ નથી અને જો આ જીવાત નહીં અટકે તો ખેડૂતોના ઉભા પાક ને વધુ નુકશાન
સુરત : ક્રાઇમ બ્રાન્ચના દિલધડક ઓપરેશન બાદ સિકલીગર ગેંગના 4 કુખ્યાત...
28 Jun 2022 1:14 PM GMTભરૂચ: ખાનગી હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીનુ મોત નીપજયું...
28 Jun 2022 12:35 PM GMT'અસામાજિક તત્વોનો આંતક' દસાડાના વણોદ ખાતે નાઇટ ડ્યુટી કરી રહેલા GRD...
28 Jun 2022 12:04 PM GMTઅમદાવાદ : જગન્નાથ રથયાત્રામાં નિજ મંદિરથી દરિયાપુર સુધી સંવેદનશીલ...
28 Jun 2022 11:50 AM GMTપાવાગઢ પર્વતની ઢંકાયેલી સુંદરતા બહાર આવી, જુઓ પ્રાકૃતિક નજારો
28 Jun 2022 11:41 AM GMT