/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/ieeHuQbG.jpg)
નર્મદા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તેમજ જિલ્લા કાળ સુરક્ષા એકમના સંયુકત ઉપક્રમે રાજપીપલામાં એમ.આર.આર્ટસ કોલેજ ખાતે “બાળલગ્ન એક અભિષાપ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જનજાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત કાલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સહિત સૌ કોઇએ “અમે નર્મદાવાસીઓ સંકલ્પ કરીએ છીએ કે, બાળ લગ્ન કરીશુ નહીં તેમજ બાળ લગ્નમાં સામેલ થઇશું નહી અને નર્મદા જિલ્લો બાળલગ્ન મુકત બને” તે માટે પ્રતિબધ્ધ રહેવાના સામુહિક સંકલ્પ લીધા હતાં.કોલેજના આચાર્ય ડાૅ. શૈલેન્દ્રસિંહ માંગરોલા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર, અને CRY India ના ડ્રિસ્ટ્રીકટ કો-ઓર્ડિનેટર ઘનશ્યામ પરમાર સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.પી.રાઠોડે તેમના ઉદબોધનમાં થતાં બાળ લગ્ન દ્વારા થતાં ગેરફાયદા અને તેની આડ અસરો તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ- ૨૦૦૬ તેમજ કિશોરી શિક્ષણ અને સંશકિતકરણ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમારે બાળકોના અધિકાર અંગેની જાણકારી આપી હતી.