નર્મદા : ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ ચઢાવી બાહ્યો, શાળાઓ બંધ કરવાના નિર્ણય સામે આંદોલનની ચીમકી

નર્મદા જિલ્લામાં નવા સત્રથી 166 જેટલી શાળાઓ બંધ કરવા સરકાર જઈ રહી છે, ત્યારે શાળામાં ભણતા
લગભગ 25 હજારથી વધુ બાળકો શાળાએ જતા બંધ થઇ જશે. એટલું જ નહિ ડ્રોપ
આઉટ રેસિયો પણ વધી જશે.
આદિવાસી જિલ્લામાં હાલ શિક્ષણનું સ્તર નીચું છે, જે હવે પહેલા કરતા
પણ વધુ નીચે ઉતરી જશે. જેથી આદિવાસીઓ સમાજને શિક્ષણથી વંચિત રાખવાનો કારસો હાલ
ભાજપ સરકાર કરી રહી હોવાનો નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા અને ડેડીયાપાડા
ધારાસભ્ય મહેશ વસાવાએ આક્ષેપ કર્યો હતો.
સૌપ્રથમ ધોરણ 1થી 9ના બાળકોને નાપાસ નહિ કરવાના નિયમે બાળકોમાં રહેલો શિક્ષણનો ભય કાઢી નાખ્યો હતો. નાપાસ થવાય નહિ એટલે શિક્ષણમાં મહેનત કરવી નહિ તેમ લાગી રહ્યું હતું. જ્યારે હવે તાજેતરમાં કેટલીક શાળાઓ બંધ કરી 166 જેટલી શાળાઓ બંધ
કરવાનો સરકારે જે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનો આ નિર્ણય ગરીબ વિરોધી તેમજ આદિવાસી
વિરોધી છે, ત્યારે આવનારા દિવસોમાં આ
બાબતે ઉગ્ર આંદોલન આપવાની
ચીમકી પણ ઉચ્ચારાઈ હતી.