નર્મદા: પીએમ મોદીના આગમનની તૈયારીઓ પૂરજોશમાં, નર્મદા ડેમ ખાતે કરશે જન્મદિનની ઉજવણી

નર્મદા બંધ પોતાની મહત્તમ સપાટી પર પહોંચી ગઈ છે.138.68 મીટર પાર કરી છે. ત્યારે આ ઐહસિક પલની સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હોય જેની ઉજવણી 17 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતમાં કરવામાં આવશે. વડાપ્રધાનના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે કેવડિયા સ્થિત નર્મદા બંધ ખાતે રાજ્ય સરકાર દ્વારા જાહેર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાશે.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી જાતે પધારશે. જેના માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યૂહ પોઇન્ટ 1 પરથી જાહેર સભાનું સંબોધન કરશે. જેના માટે 450x150 મીટર નો વોટર પ્રુફ ડોમ પણ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાના અંદાજીત 10 હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ દરમિયાન 10 હજારથી વધુ લોકોની જનમેદનીને પી.એમ નરેન્દ્ર મોદી સંબોધશે. જે અંગે તમામ બાબતોની ચોકસાઈ રાખવા જિલ્લા કલેકટરે અલગ અલગ ટીમો સાથે વિઝીટ કરી હતી. કાર્યક્રમને લઈને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ પોલીસે પણ પોતાની સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી છે. ત્યારે સ્ટેચ્યુ પર આવનારા પ્રવસીઓને પણ આ જાહેર સભાનો લાભ મળી શકે છે.