Top
Connect Gujarat

"નર્મદા પોલીસ સાફલ્યગાથા" પુસ્તિકાનું રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનાં હસ્તે વિમોચન કરાયુ

નર્મદા પોલીસ સાફલ્યગાથા પુસ્તિકાનું રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનાં હસ્તે વિમોચન કરાયુ
X

પ્રજાલક્ષી પોલીસ કાર્યનાં પવિત્ર હેતુ સાથે ગુજરાત સરકારનાં ગૃહ વિભાગ દ્વારા પ્રજા અને પોલીસ વચ્ચેનું અતંર ઘટે તે માટે સુરક્ષા સેતુ સોસાયટી સ્થાપનાં કરવામાં આવી છે.

સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા દ્વારા વિવિધ પ્રજાલક્ષી સેવાકાર્યો અવિરત હાથ ધરવામાં આવી રહ્યા છે. આવા કેટલાક ચુનંદા સેવાકાર્યોની તસવીર સાથેની માહિતી આપતી પુસ્તિકા "નર્મદા પોલીસ - સાફલ્યગાથા" પુસ્તિકા પ્રસિધ્ધ કરવામાં આવી છે.

તાજેતરમાં જ નર્મદા ડેમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અર્થે પધારેલા રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનાં હસ્તે આ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે રાજ્યનાં પોલીસ વડા શ્રીમતી ગીથા જોહરી, અને આઈ.બી. ચીફ શિવાનંદ ઝા અને વડોદરા રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક જી.એસ. મલિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પુસ્તિકામાં હેલ્પ ગૃપ ઓફ રાજપીપળા સાથે હાથ ધરવામાં આવેલા નર્મદા સફાઈ અભિયાન, બાઈક એમ્બ્યુલન્સ,સંગાથ એપ્લીકેશન, ડિજિટલ બેકિંગ સેમિનાર, પૂર રાહત મદદ, દારૂનાં વેચાણ સાથે સંકળાયેલ બહેનોને અગરબત્તી બનાવવાની તાલીમ, મહિલાઓને ફાયરિંગ તાલીમ, મિડીયામાં લેવાયેલ નોંધનાં પ્રેસ કટિંગ, અંગ્રેજી શીખો અભિયાન, એડવાન્સ સ્વરક્ષણ તાલીમ, એક કદમ સ્વચ્છતા કી ઓર, આર્ચરી એકેડમી, પોલીસ ભરતી પૂર્વ તાલીમ, નિર્ભય સવારી, SPC, CCTV પ્રોજેક્ટ, ISO - 9001 - 2008, સ્માર્ટ રાજપીપળા પોલીસ સ્ટેશન સહિતની માહિતી સમાવેશ કરાયો છે.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા દ્વારા થયેલ સેવાકાર્યોની સફળ યોજનાઓ તેઓ પ્રભાવિત થયા છે. અને નર્મદા જિલ્લાનાં નાગરિકો માટેની પોલીસ તંત્રની પહેલને તેઓએ બિરદાવી હતી.

રાજ્યનાં પોલીસ વડા શ્રીમતી ગીથા જોહરીએ જણાવ્યુ હતુ કે નર્મદા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીનાં માધ્યમથી થયેલ સેવાકાર્યોનો સમાવેશ કરતી પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે જે અભિનંદનને પાત્ર છે.

સમગ્ર પુસ્તિકા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની પ્રેરણા અને માર્ગદર્શનમાં નાયબ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તિકા તૈયાર કરવામાં પ્રોજેક્ટ કન્સલટન્ટ રમીઝહુસેન સૈયદ સંકલન કર્યુ હતુ અને રાહુલ પટેલે લેખનકાર્યમાં સેવા પુરી પાડી હતી.

Next Story
Share it