Connect Gujarat
ગુજરાત

નર્મદા : મોટી રાવલ ખાતે ૧૧૧૧ સરગવા રોપા વિતરણ અને મધમાખી જાગૃતતા અંગે તાલીમ શિબીર યોજાઇ

નર્મદા : મોટી રાવલ ખાતે ૧૧૧૧ સરગવા રોપા વિતરણ અને મધમાખી જાગૃતતા અંગે તાલીમ શિબીર યોજાઇ
X

એસ્પીરેશનલ ડિસ્ટ્રીક-નર્મદા અંતર્ગત જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં ખેડુત ભાઇ-બહેનો સરગવા અને મધમાખી થકી વધુ ઉપજ મેળવે અને તે દ્વારા આગામી-૨૦૨૨ સુધી વડાપ્રધાન અને રાજ્યનાં મુખ્યમંત્રીની ગુજરાતનાં ખેડુતોની આવક બમણી કરવાની પરિકલ્પનાને સાકાર કરવાં રાજપીપલા બાગાયત વિભાગ, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ, નાયબ વન સંરક્ષક અને નર્મદાના સંયુક્ત ઉપક્રમે ગરૂડેશ્વર તાલુકાનાં મોટી રાવલ ખાતે ૧૧૧૧ સરગવા રોપા વિતરણ અને મધમાખી જાગૃતતા અંગે એક દિવસીય તાલીમ શિબીર યોજાઇ હતી.

જેમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જિન્સી વિલીયમ, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યા, નાયબ બાગાયત નિયામક ડૉ. સ્મિતાબેન પિલ્લાઇનાં હસ્તે સરગવાના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં ગરૂડેશ્વર તાલુકાના અંદાજે ૧૦૦ જેટલાં ખેડુત ભાઇ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ શિબીર માં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જિન્સી વિલીયમે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાને એસ્પીરેશનલ ડિસ્ટ્રીકમાં ગણવામાં આવ્યો છે. ત્યારે સરગવા અને મધમાખી ઉછેર થકી કુપોષણ અને એનિમીયા જેવા રોગો સામે પણ રક્ષણ મેળવી શકાશે, તેમજ આર્થિક વૃધ્ધિમાં પણ વધારો થશે અને તેની સાથોસાથ સરગવા અને મધમાખીનું ઉત્પાદન કરી તેનું પ્રોડક્ટમાં રૂપાંતર કરી બમણી આવક કરવાનો સરકારનો અભિગમ સાકાર થાય તે દિશામાં કટિબધ્ધ થઇ ખેડુતોને ઓર્ગનિક ખેતી માટેનું આહ્વવાન કર્યું હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="102461,102462,102463,102464"]

નાયબ બાગાયત નિયામક ડૅા. સ્મિતાબેન પિલ્લાઇએ જણાવ્યું હતું કે મધમાખીનો ઉછેર કરવાથી તેમાંથી મધતો મેળવી શકાય છે, પણ તેની સાથોસાથ ઉત્પાદનમાં પણ વધારો થશે તેમજ સરગવાનું વાવેતર કરવાથી સરગવાની શીંગો,પાન,સરગવાની શાલોનો ઉપયોગ કરવાથી ઉત્પાદનમાં વધારો થાય તે દિશામાં બાગાયત વિભાગનાં ઘનિષ્ટ પ્રયાસો રહ્યા હોવાનું ઉમેર્યું હતું.

આ પ્રસંગે અર્પિત સંસ્થાના વિનોદભાઇ. આર. નકુમે જણાવ્યું હતું કે , ગુજરાતમાં મધમાખી ઉછેર માટેની ઉજળી તકો છે, ત્યારે મધતો મધમાખીનો ખોરાક છે. પરંતુ મધમાખી ખેડુતો માટે છે તેમજ જો મધમાખી હોય તો પાકની અંદર ૪૦ ટકા ઉત્પાદનમાં વધારો થાય છે. તેમજ મધમાખી પાલન દરમિયાન મળતા મધ, મીણ વગેરેના વેચાણમાંથી જો વાર્ષિક સો રૂપિયાની આવક થાય તો તેની સામે પાક ઉત્પાદનમાં થતાં વધારાથી અંદાજે ૨૦૦૦ રૂપિયાનો ફાયદો થાય છે. મધમાખી ઉછેરની ટ્રેઇનીંગ આપવામાં આવે તો વધુ પાક ઉત્પાદન મેળવી શકે છે તેમજ ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી જિન્સી વિલીયમ, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યા, નાયબ બાગાયત નિયામક ડૉ. સ્મિતાબેન પિલ્લાઇને મધમાખીનો ઉછેર તેમજ મધ કઇ રીતે બને છે તેના વિશે તમામને માહિતગાર કર્યા હતાં.

આ પ્રસંગે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના સહ-નિર્દેશક જગવિર સિંહ એચ.આર.જાદવે મધમાખી ઉછેર અને સરગવા ખેત ઉત્પાદનની પ્રાથમિક માહિતી પૂરી પાડી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતાં. અંતમાં બાગાયત અધિકારી જીગર પટેલે આભારવિધિ કરી હતી.

Next Story
Share it