Connect Gujarat

નર્મદા : રાજપીપળામાં ઝાંસીની રાણી કન્યાશાળાની હરાજીમાં વિવાદ, જુઓ કોની વચ્ચે થઇ બોલાચાલી

નર્મદા : રાજપીપળામાં ઝાંસીની રાણી કન્યાશાળાની હરાજીમાં વિવાદ, જુઓ કોની વચ્ચે થઇ બોલાચાલી
X

નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં આવેલી ઝાંસીની રાણી કન્યાશાળાના મકાનના કાટમાળની હરાજીમાં જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન અને પાલિકાના સભ્ય વચ્ચે બોલાચાલીથી વાતાવરણ તંગ બની ગયું હતું. બંનેની લડાઇમાં હરાજીમાં ભાગ લેવા આવેલાં વેપારીઓની હાલત કફોડી બની હતી.

નર્મદા ના વડામથક રાજપીપળા શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલી ઝાંસીની રાણી કન્યાશાળાની ઇમારતને તોડી તેના સ્થાને નવી ઇમારત બનાવવાનો નિર્ણય જિલ્લા પંચાયતે લીધો છે. નર્મદા જિલ્લા પંચાયતમાં હાલ બીટીપી અને કોંગ્રેસ ગઠબંધનનું શાસન છે. જિલ્લા પંચાયત તરફથી રવિવારના રોજ ઇમારતના કાટમાળની હરાજી રાખવામાં આવી હતી. જેમાં ભાગ લેવા સૌરાષ્ટ્ર સહિતના શહેરોમાંથી 40થી વધારે વેપારીઓ ઉમટી પડયાં હતાં. હરાજી દરમિયાન પાલિકાના સભ્ય મહેશ વસાવા અને જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન બહાદુર વસાવા વચ્ચે બોલાચાલી થઇ હતી. હરાજી માટે નગરપાલિકાની પરવાનગી લેવામાં આવી ન હોવાનો આક્ષેપ મહેશ વસાવાએ કર્યો હતો.

પાલિકા સભ્યના આક્ષેપ સંદર્ભમાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત તરફથી સરકારના નિતિ નિયમો મુજબ જ હરાજી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી ઉપર કોર્ટ પણ સ્ટે લાવી શકે તેમ નથી. ખોટી રીતે વિવાદ ઉભો કરવામાં આવી રહયો છે.

કારોબારી

સમિતિના ચેરમેન અને પાલિકાના સભ્ય વચ્ચેના વિવાદમાં હરાજીમાં ભાગ લેવા માટે આવેલાં

વેપારીઓ અટવાય ગયાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત અને પાલિકાએ પહેલા મતભેદો

દુર કરવા જોઇએ અને ત્યારબાદ હરાજી રાખવી જોઇએ. અમે ભાડા ખર્ચીને આવ્યાં છે અને હરાજી

થશે કે તે એક સવાલ બની ગયો છે.

Next Story
Share it