Connect Gujarat

નવજોતસિંહ સિધ્ધુ આવો ભાઈ હરખા આપણે બે સરખા

નવજોતસિંહ સિધ્ધુ આવો ભાઈ હરખા આપણે બે સરખા
X

કહેવાય છે કે રાજકારણમાં કોઈ કોઈનો કાયમી દુશ્મન કે દોસ્ત નથી હોતો, સમય અને સત્તાની લાલસા મુજબ વ્યક્તિમાં પરિવર્તન આવતુ હોય છે.

ઉત્તરપ્રદેશમાં પિતા મુલાયમ યાદવ થી છેડો ફાડીને સાઇકલ પર સવાર થઇને અખિલેશ યાદવ યુપી વિધાનસભા સર કરવા નીકળ્યા છે. જયારે બીજી તરફ એક સમયે ભાજપના સ્ટાર પ્રચારક રહી ચૂકેલા પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિધ્ધુ એ કોંગ્રેસનો હાથ ઝાલીને પંજાબના રાજકારણના સમીકરણોને બદલી નાખ્યા છે.

એક સમયે ભાજપના સ્ટાર પ્રચારક અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોને ઠોકો તાલી ઠોકો કહીને ભરપેટ વિરોધ કરતા પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિધ્ધુએ જ્યારથી ભાજપને રામ રામ કહ્યા હતા ત્યારથી અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. કહેવાતુ હતુ કે સિધ્ધુ આમ આદમી પાર્ટી સાથે જોડાશે તેવી અટકળો તેજ બની હતી. પરંતુ આખરે સિધ્ધુએ કોંગ્રેસનો હાથ ઝાલીને પોતાને જન્મજાત કોંગ્રેસી ગણાવ્યા હતા અને પોતે તેઓના ઘરમાં પ્રવેશ્યા હોવાનું જાણવાયુ હતુ.

નવજોતસિંહ સિધ્ધુ ભાજપમાં હતા ત્યારે સાંસદ પણ રહી ચુક્યા છે પરંતુ હવે તેઓનું લક્ષ્ય કદાચ સર્વોચ્ચ પદ પણ હોય શકે છે. નોંધવું ઘટે કે તેઓના પત્ની નવજોત કૌર સિધ્ધુ પણ કોંગ્રેસમાં અગાઉ જોડાય ગયા હતા.

કોંગ્રેસમાં પ્રવેશતાની સાથે જ સિધ્ધુએ ભાજપ સામે પ્રહારો શરુ કરી દીધા હતા, જેમાં તેઓએ પોતાની જાતને કોંગ્રેસમાં જન્મ્યા હોવાનું કહી કોઈ પણ નામ લીધા વગર ભાજપને કૈકયી જેવી માઁ નો કરાર આપ્યો હતો. અને નવજોતસિંહ સિધ્ધુએ પોતાના પિતા સરદાર ભગવંતસિંહ સિધ્ધુ કોંગ્રેસમાં 40 વર્ષ સુધી રહ્યા હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેથી તેઓ પોતાના મૂળ ઘરમાં પ્રવેશ્યા હોવા અંગેનો આનંદ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો.

ખેર આ બાબત પર નવજોતસિંહ સિધ્ધુના પગલાની સોશિયલ મિડિયા પર ભારે ચર્ચાઓ ચાલી હતી. પંરતુ હવે જોવુ એ રહ્યુ કે એક સમયે ભાજપ માટે પ્રચાર દરમિયાન દેશને સોનિયાની ચીડીયા કહેનાર સિધ્ધુ કોંગ્રેસનો હાથ પકડીને ડૂબતી નાવને પાર લગાવી શકશે કે પછી બાવાના બેય બગડે શે તે જોવુ રહ્યુ

Next Story
Share it