Connect Gujarat
ગુજરાત

નવસારી:જલાલપોરના વેસ્મા ગામે પરિવારને બંધક બનાવી લૂંટ કરી લૂટારૂં ફરાર

નવસારી:જલાલપોરના વેસ્મા ગામે પરિવારને બંધક બનાવી લૂંટ કરી લૂટારૂં ફરાર
X

નવસારીમાં ફરી એક વાર પરિવારને બંધક બનાવીને લૂંટ ચલાવવાની ખતરનાક ઘટના બની છે. જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા વેસ્માં ગામમાં ચાર થી પાંચ ઈસમોની ટોળકીએ તલવારની અણને મુસ્લિમ પરિવારને બંધક બનાવી રોકડ સહીત સોના ચાંદીની લૂંટ ચલાવી પલાયન થયા છે

આજે વહેલી સવારે વેસ્માં ગામમાં આવેલા પ્રતામ નગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં અજાણ્યા ચાર થી પાંચ લુંટારૂઓ મુસ્લિમ પરિવારના ઘરમાં ઘૂસીને તલવાર અને લાકડીઓ વડે પરિવારના ૫ સભ્યોને બંધક બનાવી રોકડા અને દાગીનાની લૂંટ ચલાવી હતી જે તમામ લૂંટારુ ઈસમો માલમલીદો લઈને ઝડપભેર ગાયબ થયા હતા બંધક બનાવેલા તમામ લોકોને એક રૂમમાં બંધ કરીને લૂંટારૂઓ ગાયબ થયા હતા હિન્દીભાષી લુંટારૂઓ ની લૂંટની જાણ થતા જિલ્લા પોલીસ તપાસઅર્થે ઘટના સ્થળે આવી ગયા હતા અને આરોપીઓનેબશોધવાના પ્રયત્નો હાથ ધર્યા છે. નવસારી ગ્રામ્ય હદ વિસ્તારમાં એક મહિનામાં લૂંટ નો બીજો બનાવ સામે આવતા હોવી પોલીસ પેટ્રોંલિંગ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ થવાથી પોલીસે સીસીટીવીના આધારે તાપસ શરૂ કરી હતી.

Next Story
Share it