Top
Connect Gujarat

નવસારી : ખારેલ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે થયો અકસ્માત,સુરતના પાંચ યુવાનોનું ઘટના સ્થળે જ મોત

નવસારી : ખારેલ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે થયો અકસ્માત,સુરતના પાંચ યુવાનોનું ઘટના સ્થળે જ મોત
X

નેશનલ હાઇવે નંબર -૪૮ પર અકસ્માતોની વણજારો બનતી રહે છે પુરપાટ ઝડપે જતા વાહનો ઘણીવાર કાબુ ગુમાવી દેતા હોય છે જે અકસ્માતમાં પરિણમીને મોતનો ભોગપણ લેતા હોય છે. ગઈ કાલે સાંજે મુંબઈ તરફતી આવતી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચઢાવી ને બીજા ટ્રેક પર ટેમ્પો સાથે ભટકાઈ હતી. અથડાતાજ કારનો ખુરદો બોલી ગયો હતો. જેમા કારમાં સવાર સુરતના પલસાણાના ૫ યુવકો દબાઈ જતા મોત નીપજ્યું હતું. જે મૃતદેહ ગણદેવી પોલીસ અને ફાયર વિભાગના કર્મીઓએ મહામુસીબતે કાઢ્યા હતા. જેના કારણે હાઇવે પર ૩ કિલોમીટર લાંબી કતાર લાગી જતા ટ્રાફિક જામ થઇ ગયું હતું

અકસ્માતમાં મૃતકના નામ :

  1. 1- વૈભવ ઘનશ્યામ પટેલ - રહે.મોઢેરા, મહેસાણા,અભ્યાસ ગણપત યુનિવર્સિટી આઇટી સોફ્ટવેર.
  2. 2 - જતનકુમાર મુકેશભાઈ પટેલ રહે. લંબે હનુમાન રોડ, પરમહંસ સો. સુરત.
  3. 3 મિત પટેલ રહે. મહેન્દ્ર નગર ભાગ -૨, મોઢેરા રોડ, મહેસાણા.
  4. 4 હેતકુમાર વસંતભાઈ પટેલ રહે. વાણીરાજ એપાર્ટમેન્ટ, ચામુંડા નગર, લંબેહનુમાન, સુરત.
  5. 5 જય જીતેન્દ્ર પ્રજાપતિ રહે. ભાટિયા ગામ, પલસાણા, સુરત.

Next Story
Share it