Top
Connect Gujarat

નવસારી : જલાલપોર વિસ્તારમાં રૂ 1.70 લાખની થઈ લૂંટ, લૂંટારા સીસીટીવીમાં કેદ

નવસારી : જલાલપોર વિસ્તારમાં રૂ 1.70 લાખની થઈ લૂંટ, લૂંટારા સીસીટીવીમાં કેદ
X

શાંત અને સંસ્કારીનગરી ગણાતી નવસારીમાં અશાંતિનો જન્મ લઇ લીધો છે હત્યા ,લૂંટ ,ચોરી અને ચેનસ્નેચીંગ રોજબરોજ ની ઘટના બની રહી છે. જેનો એક નમૂનો લૂંટ જે સીસી ટીવીમાં કેદ થયો છે. એક લાખ ૭૦ હજારની લૂંટ કરીને ૩ ઈસમો ફરાર થયા છે.

નવસારી શહેરના ફુવારા વિસ્તાર પાસે આવેલ આઈ સી આઈ બેન્ક માંથી રૂપિયા ઉપાડીને આવતા જલાલપોરમાં ગૃહઉદ્યોગ ચલાવતા એક વેપારી લૂંટના ભોગ બન્યા છે મહિલાઓને પગાર આપવા માટે આઈ સી આઈ બેન્ક માંથી રૂપિયા એક લાખ ૭૦ હજાર ઉપાડ્યા હતા જેના પર એક ગઠિયાએ ખંજવાણ વાળો પાઉડર છાંટીને બેગ ઉપાડી ગયો હતો. આગળ જતા એક બાઈક પર ત્રણ સવારી કરીને આ ઈસમ ફરાર થયો હતો જે ઘટના સી સી ટીવીમાં કેદ થઇ હતી.

શહેરમાં લાગેલ સીસી ટીવી કેમેરા એ ગુનેગારો માટે તીસરી આંખ બનીને બેઠા છે. તેમ છતાં ગુનેગારોને પોલીસનો ખોફ કે સીસીટીવીની બીક રહી નથી ગુનાઓને અંજામ આપ્યે જાય છે. ત્યારે પોલીસ માત્ર ચોપડે ફરિયાદ નોંધીને તાપસ કર્યાનું ગાણું મૉટે ભાગે ગાઈ રહી છે.

Next Story
Share it