Connect Gujarat
ગુજરાત

નવસારી જિલ્લામાં પાંચ માછીમારો અબુધાબીના મીના ફિશિંગના માલિકોના જુલ્મના સકંજામાં

નવસારી જિલ્લામાં પાંચ માછીમારો અબુધાબીના મીના ફિશિંગના માલિકોના જુલ્મના સકંજામાં
X

પેટિયું રડવા ગયેલા નવસારી જિલ્લામાં પાંચ માછીમારો અબુધાબીના મીના ફિશિંગના માલિકોના જુલ્મના સકંજામાં ભેરવાયા છે કાળી મજૂરી કરાવીને હકના રૂપિયા અને જમવાનું ન આપતા ભારતમાં રહેતા પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું.

સાત મહિના પેહલા નવસારી જિલ્લાના મેંધર ભાટ ગામના પાંચ જેટલા માછીમારો રાજેષ કુમાર ગૌરીશંકર ટંડેલ, રાજેશકુમાર કાંતિલાલ ટંડેલ,ચંપકભાઇ કાનજીભાઇ ટંડેલ, દિનેશકુમાર રામજીભાઇ ટંડેલ, મગનભાઇ રામજીભાઇ ટંડેલ અબુધાબીની મીના ફિશિંગ કંપનીમાં રોજગારી મેળવવા માટે ગયા હતા. જેના વિઝાનો ખર્ચ મીના ફિશિંગના માલિકોએ ઉઠાવ્યો હતો. જેમાં ૩ મહિના સુધી સારીરીતે કામ ચાલ્યું અને ત્યારબાદ આરબમિરાતની સરકારે આબુધાબીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ લગાવતા મીના ફિશિંગ કંપનીના માલિકોએ પગાર અને જમવાનું આપવાનું બંધ કરતા ભારતમાં રહેલો પરિવાર ચિંતાનું વાતાવરણ ફેલાયું છે અને પતિની રોજગારી પર ઘર ચાલતું હોય એટલે ઘર ચલાવવાના પણ ફાંફા પડ્યા છે. સાથે પ્રિયજનની તકલીફે રાતોની ઊંઘ ઉડાડી દીધી છે. ત્યારે પરિવારે અહીં સાથનિક નેતાઓને આબુધાબી માંથી પતિને છુટકારો મળે તે માટે રજૂઆત પણ કરવામાં આવી છે. જેને લઈને વિદેશ મંત્રાલય એ પ્રયત્નો શરૂ કર્યા છે.

Next Story
Share it