નવસારી પોલીસે ઝડપ્યું ભોળા યુવકોને છેતરતી લૂંટેરી દુલ્હન ગેંગનું રેકેટ

રૂપિયાની તંગી ભલભલા ધતીંગો કરાવતી હોય છે જેના કારણે છેતરપિંડી અને ઠગાઇનો જન્મ થતો હોય છે ભોળા યુવકોને છેતરતી લૂંટેરી દુલ્હન ગેંગનું સમગ્ર રેકેટ નવસારી પોલીસે ઝડપ્યું છે. જેમાં ૪ પુરુષો અને ૩ મહિલાઓને ઝડપ્યા છે. જેનો સૂત્રધાર ગણાતો મુખ્ય ઈસમ પોલીસ પકડથી દૂર રહ્યો છે
હાલના સમયમાં મુરતિયાઓ ને સમાજમાં યોગ્ય પાત્ર ન મળતા ધૂતારાઓના ઝાંસામાં ફસાવવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે અને વેલપ્લાન ચોકઠાંઓ ગોઠવીને મુરતિયાઓને ફસાવવાનો કારસો ઘડતી ગેંગ સક્રિય થઇ છે. બે મહિના પેહલા સુરતમાં સલૂન ચલાવતો યુવક પોતાના લગ્ન કરવા માટે છોકરીની શોધમાં હતો. જેનો ભેટો મુખ્યસુત્રધાર સાથે થતા આ ગેંગે ભોળા યુવકને છેતરવાની શરૂઆત કરીને લૂંટેરી ગેંગની પરણિત મહિલાને કુંવારી બતાવીને યુવકને ફસાવવામાં આવ્યો.
જે યુવતીના બાળકો પણ છે તેમ છતાં કુંવારી બતાવીને લગ્ન માટે બતાવવામાં આવી હતી જે પેટે મહિલાની માં બીમાર હોય એ માટે એક લાખ ૩૫ હજારમાં સોદા બાદ લગ્ન કરી લેવામાં આવ્યા હતા. અને ત્યારબાદ પરણિત મહિલા સલૂન વાળા યુવકના ઘરેથી ૩ દિવસમાં ગાયબ થતા સુરતના યુવક કિશોરભાઈ મોહનભાઇ ગોહિલે નવસારી આવીને ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
જેની તપાસમાં પોલીસને મહત્વની.કડીઓ મળતી ગઈ જેમાં યુવતી ના બોગસ દસ્તાવેજ મળી જતા આખા રેકેટનો પર્દાફાશ થતો ગયો અને તપાસ માં આખી ગેંગ સામેલ હોય આરોપી ભાવેશ જયંતીભાઈ મેર,સુરત,ઘનશ્યામભાઈ રામજીભાઈ પરમાર,સુરત3.વાહાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભરવાડ,નવસારી,નિરૂ રવજી નાયકા, વલસાડ,બચુભાઈ રબારી, વલસાડ... (ફરાર),મનીષા કલ્પેશભાઈ નાયકા,નવસારી.,ટીના વિનોદ સલાટ, (દુલહન)ગણદેવીની પોલીસે ઘરપકડ કરી છે. સુરત નવસારી અને વલસાડના આરોપી સાગરીતને પોલીસે ઝડપી પાડ્યા છે જેમાં મુખ્ય સૂત્રધાર ફરાર થયો છે નામ ઠામ બદલીને દુલ્હન બની ઠગતી મહિલાઓ ને પોલીસે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 632 નવા કેસ નોધાયા, 384 દર્દીઓએ આપી કોરોનાના...
1 July 2022 4:32 PM GMTકેન્દ્ર સરકારના બોરવેલ અંગે જારી કરેલા ફરમાન સામે અંકલેશ્વર જનજાગૃતિ...
1 July 2022 3:33 PM GMTસુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું...
1 July 2022 3:01 PM GMTઅમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2...
1 July 2022 1:15 PM GMTભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ...
1 July 2022 12:52 PM GMT