Connect Gujarat
ગુજરાત

નવસારી : ભરચક બજારમાં પોલીસે એક યુવાનને ઝડપ્યો, જુઓ તેની પાસેથી શું મળ્યું

નવસારી : ભરચક બજારમાં પોલીસે એક યુવાનને ઝડપ્યો, જુઓ તેની પાસેથી શું મળ્યું
X

નવસારીના ભરચક ગણાતાં સ્ટેશન રોડ વિસ્તારમાંથી પોલીસે મુંબઇથી તમંચો વેચવા આવેલાં એક યુવાનને ઝડપી પાડયો છે.

નવસારીમાં દિન પ્રતિદિન ગુનાહિત પ્રવુતિઓને વેગ મળી રહ્યો છે ત્યારે ગુનાઓ કરવા માટે હથિયારોનો વેપલો પણ મોટા શહેરોથી નાના શહેરો તરફ પગપેસેરો કરી રહ્યો છે. જીવલેણ હથિયારોની હેરાફેરી રોકવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ સતર્ક રહી આરોપીઓને ઝડપી રહી છે જેમાં નવસારી એસ. ઓ. જી.ની ટીમે એક તમંચા સાથે આરોપીને ઝડપી પાડયો છે.

નવસારી શહેરના ભરચક સ્ટેશન રોડ વિસ્તારમાં એક ઈસમ એક તમંચો અને જીવતો કારતુસ વેચાણ અર્થે આવવાનો હોવાની બાતમી એસ. ઓ. જી. ને મળી હતી જેના આધારે પોલીસ શહેરના સ્ટેશન વિસ્તારમાં ગોઠવાઈ ગઈ હતી અને આરોપી આવતાની સાથે પોલીસે દબોચી લીધો હતો. આરોપી યુવાન મહારાષ્ટ્રના મુંબઈથી તમંચો લાવી તેને વેચવા લાવ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે.

Next Story
Share it