Top
Connect Gujarat

નવાઝુદ્દીન સિદ્દીકી વિરુદ્ધ નોંધાઇ દહેજની ફરિયાદ

નવાઝુદ્દીન સિદ્દીકી વિરુદ્ધ નોંધાઇ દહેજની ફરિયાદ
X

નવાઝુદ્દીન સિદ્દીકીના નાના ભાઇની પત્નીએ નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના માતા-પિતા વિરુદ્ધ મુઝફ્ફરનગરમાં ફરિયાદ નોંધાવી હતી.

તેણીએ અભિનેતા પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે જ્યારે તેના પેટમાં ત્રણ મહિનાનો ગર્ભ હતો ત્યારે અભિનેતાએ તેના પેટ પર લાતો મારી હતી.

મુફ્ફઝરનગર ગ્રામીણ એસપી રાકેશ જોલીને આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે લગ્ન બાદ નવાઝુદ્દીન સિદ્દીકીનો પરિવાર તેના ભાઇની પત્ની પાસે દહેજની માંગણી કરીને માનસિક ત્રાસ આપતો હતો. તેણે નવાઝુદ્દીન પર 28 સપ્ટેમ્બરે માર માર્યાનો પણ આરોપ લગાવ્યો હતો.

તેણે સૌપ્રથમ કોટવાલી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ ત્યાં તેની ફરિયાદ નોંધવાની ના પાડતા તેણે પોતાના માતા-પિતા સાથે ગ્રામીણ એસપી પાસે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે તેઓ આ મામલે તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરશે.

Next Story
Share it