નવા નીર આવતાં ર૨૧૬ દિવસ બાદ ભરૂચમાં નર્મદા નદી બે કાંઠે

રવિવારે રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડતા લોકોની યાતના તેમજ લાચારીનો પાર રહ્યો ન હતો. સતત ૯ દિવસથી જિલ્લામાં મેઘરાજાના મુકામ વચ્ચે નવાનીર આવતા ૨૨૧૬ દિવસ બાદ નર્મદા નદી ભરૂચમાં બે કાંઠે થતા રેવાનો નયનરમ્ય નજારો નિહાળવા વરસાદના વિરામ વચ્ચે ગોલ્ડનબ્રિજ, ઝાડેશ્વર,કેબલ બિજ, ફૂરજા અને ભાડભૂતમાં લોકોની ભારે ભીડ ઉમટી હતી.
આમોદ, જંબુસર અને હાંસોટમાંથી અત્યાર સુધી ૧૪૪૨ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે. છેલ્લા ૯ દિવસથી સતત વરસી રહેલા મેઘરાજા હવે ભરૂચ જિલ્લામાં ખાનાખરાબી સર્જી રહ્યા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં મેઘરાજાની રમઝટ રહેતા સરદાર સરોવરના નીર માટે છેલ્લા ૬ વર્ષથી તરસી રહેલું ભરૂચ અને જિલ્લાની પ્રજા ઠેર ઠેર ઘૂંટણથી કેડસમા પાણી ભરાતા સરોવરમાં તબદિલ થઈ ગયું હતું. સતત એકધારા અનરાધાર વરસાદથી જિલ્લામાં જનજીવન અને વેપારધંધા ઠપ થઈ ગયા હોય તેવી સ્થિતીમાં આવી ગયા છે.
જૂના ભરૂચમાં સતત વરસાદનાં કારણે જર્જરીત જોખમી મકાનોના કાટમાળ ધસી પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. દર રવિવારે કતોપોર ચાર રસ્તામાં ભરાતું રવિવારી બજાર પણ બંધ રહ્યું હતું.
છેલ્લા ૨૪ કલાકમાં ભરૂચ શહેર અને જિલ્લામાં પ તાલુકાઓમાં નેત્રંગમાં ૬ ઇંચ અને હાંસોટ તાલુકામાં ૧૪ ઈંચ, ભરૂચ ૪ ઇંચ, અંકલેશ્વર ૫ ઇંચ, આમોદ ૨ ઇંચ, અને વાલિયા તાલુકામાં ૮ ઈંચ જયારે વાગરામાં ૧.૫ ઈંચ, ઝઘડિયા તાલુકામાં ૧ ઇંચ અને જંબુસર તાલુકામાં માત્ર ૮ મિમી વરસાદ અત્યાર સુધી નોંધાયો હતો. જિલ્લામાં ઢાઢર નદીએ ભયજનક સપાટી વટાવતા આમોદમાંથી ૨૪૧ લોકો, જંબુસરમાંથી ૨૫૦ અને હાંસોટમાં અતિ વરસાદનાં કારણે ૯પર લોકોનું વિવિધ અસરગ્રસ્ત ગામોમાંથી સ્થળાંતર કરાવાયું હતું.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ગુજરાતમાં આજે ફરીવાર 400થી વધુ નવા કેસ નોંધાયા, સૌથી વધુ કેસ...
25 Jun 2022 4:06 PM GMTનર્મદા : SOU ખાતે દેશના વિવિધ રાજ્યોના મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં...
25 Jun 2022 3:30 PM GMTભરૂચ : ઈનર વ્હીલ ક્લબ દ્વારા યૂથ પાર્લામેન્ટ-2022નું આયોજન, વિવિધ...
25 Jun 2022 12:51 PM GMTઅમરેલી : ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું, કોઝ-વે પર...
25 Jun 2022 12:23 PM GMTઅંકલેશ્વર : દારૂના જથ્થા સાથે નંદુરબારના બુટલેગરની GIDC બસ ડેપો નજીકથી ...
25 Jun 2022 12:18 PM GMT