Top
Connect Gujarat

નવા વર્ષે બોક્સ ઓફિસ પર સૌથી વધુ ફિલ્મોની ટક્કર થશે

નવા વર્ષે બોક્સ ઓફિસ પર સૌથી વધુ ફિલ્મોની ટક્કર થશે
X

આગામી વર્ષમાં ઈદ, દિવાળી, ક્રિસમસ, દશેરા, રિપબ્લિક ડે અને હોળી જેવી રિલિઝ ડેટ ઉપરાંત પણ સામાન્ય તારીખોમાં ફિલ્મો એકબીજા સાથે ટક્કર લેવા તૈયાર છે. વર્ષના શરૃઆતમાં જ વિક્રમ ભટ્ટની ફિલ્મ '1921' તેમજ અનુરાગ કશ્યપની 'મુક્કેબાઝ' એક સાથે રિલિઝ થવાની છે.

તો આ ફિલ્મો બાદ જ અક્ષયકુમારની 'પેડમેન' રિલિઝ થવાની છે અને આ ફિલ્મની ટક્કર 'બેબી' અને 'સ્પેશિયલ 26' ફિલ્મ બનાવનાર નિર્માતાની ફિલ્મ 'અય્યારી' સાથે છે. અનુષ્કા શર્માની ફિલ્મ 'પરી'ની સાથે 'પ્યાર કા પંચનામા'ની હિટ ટીમ 'સોનુ કે ટીટુ કી સ્વીટી'ની ફિલ્મ રિલિઝ થવાની છે. તો જોન અબ્રાહમની મહત્વકાંક્ષી ફિલ્મ 'પરમાણુ'ની સાથે રાની મુખર્જીની 'હિચકી' રિલીઝ થવા તૈયાર છે.

હોળીના તહેવાર પર હેટ સ્ટોરી ફોર અને જેકલિનની ફિલ્મ 'ડ્રાઈવ'ની ટક્કર સર્જાશે. તો એપ્રિલ મહિનામાં અક્ષયકુમારની ફિલ્મ '2.0'ની સાથે વરુણ ધવનની ફિલ્મ 'ઓક્ટોમ્બર' રિલિઝ થવાની છે. તો 'બાગી ટુ'ની સાથે કંગનાની ફિલ્મ મણિકર્ણિકા રિલિઝ થવાની છે. આ ઉપરાંત 'ફન્ને ખાં', 'સડક ટુ', 'બતી ગુલ મીટર ચાલુ', 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન', 'હાથી મેરે સાથી', 'ક્રિશ- ફોર' કેદારનાથ, 'ટેમ્પર' જેવી ફિલ્મો વચ્ચે પણ ટક્કર સર્જાશે.

Next Story
Share it