Connect Gujarat

નવી ચલણી નોટોના ફીચર્સમાં દર ત્રણ ચાર વર્ષે ફેરફાર કરવાનો સરકારનો નિર્ણય

નવી ચલણી નોટોના ફીચર્સમાં દર ત્રણ ચાર વર્ષે ફેરફાર કરવાનો સરકારનો નિર્ણય
X

નવેમ્બરમાં નોટબંધી નો અમલ કર્યા બાદ ભારતીય ચલણમાં રૂપિયા 2000 અને 500ની નવી ચલણી નોટો આવી છે,પરંતુ તેનું પણ ડુપ્લિકેશન થતુ હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતા હવે દર ત્રણ ચાર વર્ષે નોટના ફીચર્સમાં ફેરફાર કરવાનું કેન્દ્ર સરકાર વિચારી રહી છે.

નોટબંધી બાદ ચલણમાં આવેલી રૂપિયા 2000 અને 500ની નોટની પણ બનાવટી ચલણી નોટો ઝડપાય હતી.ભારતના અર્થતંત્રને ખોખલુ કરવાના મનસુબા ધરાવતા તત્ત્વો પોતાની કરતુત માં સફળ ન થાય તે માટે હવે કેન્દ્ર સરકાર દર ત્રણ ચાર વર્ષે નોટના ફીચર્સમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે.

સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આ અંગે દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી,જેમાં કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ મહર્ષિ સહિત નાણાં મંત્રાલય અને ગૃહ મંત્રાલય ના ટોચના અધિકારી હાજર રહ્યા હતા અને આ અંગેની મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.મોટા ભાગના દેશોમાં ચલણી નોટોમાં દર ત્રણ થી ચાર વર્ષે સલામતીના ફીચર્સ બદલી કાઢવામાં આવતા હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

Next Story
Share it