Connect Gujarat
ગુજરાત

નારાયણ સ્વરૂપ દાસજી હરિ ભક્તો માટે વંદનીય બન્યા પ્રમુખસ્વામી મહારાજ

નારાયણ સ્વરૂપ દાસજી હરિ ભક્તો માટે વંદનીય બન્યા પ્રમુખસ્વામી મહારાજ
X

બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા બ્રહ્મલીન શ્રી પ્રમુખસ્વામી મહારાજના જન્મદિન પ્રસંગે પણ હરિ ભક્તોમાં તેઓની વિદાયના આંસુ હજી પણ છલકી રહ્યા છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામ ખાતે પટેલ પરિવારમાં તારીખ 7મી ડિસેમ્બર 1921ના રોજ જન્મ લેનાર શાંતિલાલ પટેલને બાળપણ થી જ ભગવાન શ્રી સ્વામિનારાયણમાં અખુટ શ્રદ્ધા હતી, અને લોકસેવા તેમજ પ્રભુ ભક્તિ તેઓને વિશ્વ વંદનીય તરફ ખેંચી લાવી હતી.

ઈ.સ.1939ના વર્ષમાં 7 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજ પાસેથી શાંતિલાલ પટેલે 19 વર્ષમાં યુવાન વયે પાર્શદ દિક્ષા મેળવી હતી. દીક્ષા પછીના એક વર્ષ તેમને સફેદ વસ્ત્રોમાં રહેવુ પડયુ હતુ. શાસ્ત્રીજી મહારાજને શાંતિલાલ પટેલની ભક્તિમાં પૂર્ણ ભાવ લાગતા શ્રીજી કૃપા વચ્ચે શાસ્ત્રીજી મહારાજે 10 જાન્યુઆરી 1940ના દિવસે ગોંડલમાં શાંતિલાલ પટેલને નારાયણ સ્વરૂપદાસજીનું નામ આપ્યુ અને ત્યારથી તેઓએ નારાયણ સ્વરૂપ દાસજી તરીકે જીવન શરૂ કર્યું.

પ્રભુભક્તિ થકી સમાજસેવાની ધૂની ધખાવનાર નારાયણ સ્વરૂપ દાસજીને શાસ્ત્રી મહારાજે વર્ષ 1946માં સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી બનાવ્યા હતા. ત્યારબાદ 21 મે 1950 ના રોજ શાસ્ત્રીજી મહારાજે BAPS ના પ્રમુખપદે નારાયણ સ્વરૂપ દાસજી મહારાજની નિયુક્તિ કરી અને નારાયણ સ્વરૂપ માંથી તેઓએ હરિ ભક્તોમાં પ્રમુખ સ્વામી મહારાજ તરીકે વંદનીય બન્યા હતા.

પ્રમુખ સ્વામી મહારાજે ના કેવલ ગુજરાત પરંતુ દેશ વિદેશમાં પણ હિન્દૂ ધર્મનો મજબુત પાયો નાખ્યો હતો, અને વૈભવી BAPSના મંદિરો લાખો કરોડો ભક્તો માટે આસ્થા સ્થાનક બન્યા છે. તેમજ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા હિન્દુત્વ સાથે વ્યસન મુક્તિ અંગે પણ સમાજમાં જાગૃતતા અર્થે ઉલ્લેખનીય કાર્ય કરીને અનેક યુવાનો ને વ્યસનના ખપ્પર માંથી મુક્તિ અપાવી ધર્મના માર્ગે દોડતા કર્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજ જે ભક્તોના બરડામાં ધબ્બો મારે તેનો બેડો પર થઇ જતો તેમ પણ કહેવાતુ હતુ.

વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષની જૈફ વયે 13 ઓગષ્ટ 2016ના રોજ બ્રહ્મલીન થતા હરિ ભક્તોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી, પ્રમુખ સ્વામીના જન્મદિન પ્રસંગે પણ હરિ ભક્તોએ બાપાના આશીર્વચનોની પ્રસાદી જીવનમાં ઉતારીને પ્રભુ કાર્યમાં લિન બન્યા છે.

Next Story