Connect Gujarat
ગુજરાત

નિનાઈ ધોધમાં મોતને ભેટેલા યુવાનો માટે સોસાયટીનાં રહિશોએ યોજી કેન્ડલ માર્ચ

નિનાઈ ધોધમાં મોતને ભેટેલા યુવાનો માટે સોસાયટીનાં રહિશોએ યોજી કેન્ડલ માર્ચ
X

અંકલેશ્વરનાં ભડકોદરા વિસ્તારમાં આવેલી પટેલ પાર્ક સોસાયટીમાં રહેતાં યુવાનો વેકેશન હોવાથી ગત તારીખ 7 મે નાં રોજ ફરવા માટે ડેડિયાપાડા નજીક આવેલા નિનાઈ ધોધ ખાતે ફરવા ગયા હતા. દરમિયાન ગરમીથી રાહત મેળવવા ધોધમાં ન્હાવા જતાં સંદિપ ચૌહાણ, આકાશ ઝા અને યશ સોનીનાં મોત થયા હતા. ત્રણ નવયુવકોનાં એક સાથે મોત થતાં આખી સોસાયટીમાં સન્નાટો ફેલાયો હતો.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="48073,48074,48075"]

શોકમગ્ન સોસાયટીનાં રહિશોએ ગત રાત્રે મૃતક યુવાનોની આત્માની શાંતિ માટે સોસાયટી ખાતેથી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે યોજાયેલી કેન્ડલ માર્ચમાં સોસાયટીનાં રહિશો જોડાયા હતા. તેમનો અન્ય યુવાનોને એવો સંદેશો હતો કે કોઈપણ પ્રવાસન સ્થળ ઉપર ફરવા માટે જાય તો ત્યાંની પરિસ્થિતિથી વાકેફ થઈને પગલાં ભરવાં. જે તે સ્થળનાં સંચાલન કર્તાઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું યોગ્ય પાલન કરી અણધારી આફતોને ટાળવા માટે સંદેશો આપ્યો હતો.

Next Story