Connect Gujarat

નોટબંધીના વિરોધમાં બેંક એસોસીએશન દ્વારા દેશભરમાં પ્રદર્શન

નોટબંધીના વિરોધમાં બેંક એસોસીએશન દ્વારા દેશભરમાં પ્રદર્શન
X

ઓલ ઇન્ડિયા બેંક એસોસિએશન દ્વારા બુધવારના રોજ નોટબંધીના વિરોધમાં સમગ્ર દેશમાં ધરણા કરવાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત દેશમાં ઠેર ઠેર દેખાવો કરવામાં આવશે.

સૂત્રીય માહિતી અનુસાર વધુમાં કાલે નાણાપ્રધાનને બેંક યુનિયન દ્વારા આવેદન પણ આપવામાં આવશે જેમાં ઘણા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમકે

બેંકોને અપૂરતી રોકડને કારણે પડતી તકલીફ દૂર કરવા પૂરતી રોકડ ફાળવવામાં આવે તેમજ રોકડ ન હોય તો કેશ કાઉન્ટર બંધ રાખવાની મંજૂરી આપવામાં આવે.

કાળાનાણાં મુદ્દે બેન્કોમાં થતી ગેરરીતિની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે.

સાથે સાથે નોટબંધીના કારણે જે ગ્રાહકો તેમજ કર્મચારીઓએ જીવ ગુમાવ્યા હોય તેને યોગ્ય વળતર સરકાર આપે જેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી છે.

આગામી દિવસોમાં પણ આ અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

Next Story
Share it