Connect Gujarat

નોટબંધી પછી 2 લાખ રૂપિયા જમા કરાવ્યા તો આપવી પડશે માહિતી

નોટબંધી પછી 2 લાખ રૂપિયા જમા કરાવ્યા તો આપવી પડશે માહિતી
X

સરકારે એક ઈનકમ ટેક્ષ રિટર્ન ફોર્મ જાહેર કર્યું છે જ્યારે આ ફોર્મમાં બીજા પાર્ટમાં એ લોકોને ઝટકો આપ્યો છે જેમણે નોટબંધી દરમિયાન પોતાના ખાતામાં 2 લાખ રૂપિયાની રકમ જમા કરાવી છે. ફોર્મમાં લખવામાં આવ્યું છે કે 9 નવેંબરથી 30 ડિસેંબર દરમિયાન જો તમે કુલ રકમ 2 લાખ રૂપિયા જમા કરાવ્યા છે તો તેની જાણકારી ઈનકમ ટેક્ષ વિભાગને આપવાની રહેશે.

સરકારે આ સાથે જ એક પેઈઝ ઈંકમ ટેક્ષ રિટર્ન ફોર્મ આઈટીઆર 1 જાહેર કર્યું છે અને તે વર્ષ 2016-2017 અને અસેંસમેંટ વર્ષ 2017-2018 માટે માન્ય ગણવામાં આવશે. તેનો ઉપયોગ 50 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો કરી શકે છે.

Next Story
Share it