Connect Gujarat
ગુજરાત

ન્યારી ડેમમાં સેલ્ફી લેવા જતા મળ્યું મોત !

ન્યારી ડેમમાં સેલ્ફી લેવા જતા મળ્યું મોત !
X

ન્યારી ડેમ સેલ્ફી લેતાં બે સગાભાઈ ના મોતથી ગમગીની છવાઈ

રાજકોટના ન્યારી ડેમમાં ડૂબી જવાથી સોની પરિવારના સગા બે ભાઇઓના મોતની ઘટના સામે આવી છે.મળતી વિગત અનુસાર રાજકોટ ખાતે લક્ષ્મી વાડી વિસ્તારમાં રહેતા દિનેશ ભાઈ પાટડીયાના બે પુત્ર રવિ અને અંકિત પોતાના પરિવાર સાથે ફરવા ન્યારી ડેમ ઉપર ગયા હતા. દરમિયાન રવિ સેલ્ફી લઈ રહ્યો હતો ત્યારે તેનો પગ લપસી જતાં ડેમના પાણીમાં પડ્યો હતો.ડૂબતા ભાઈને બચાવવા તેનો મોટો ભાઈ અંકિતે પણ ડેમના પાણીમાં કુદી પડયો હતો.ઉંડા પાણીમાં બંન્નેવ ભાઈઓ ગરકાવ થઇ જતા સમગ્ર પરિવાર હતપ્રભ બની ગયો હતો ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે બંન્નેવ ભાઈઓના મૃતદેહોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં હાજર તબીબોએ બંન્નેવ ભાઈને મરણ જાહેર કર્યા હતા.

એક જ પરિવારના બંન્નેવ સગા ભાઈઓના મોત થતા સોની પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story
Share it