પંચમહાલ:દેવ ડેમમાંથી 19 હજાર ક્યૂસેક છોડાયું પાણી, હાલોલ, ડભોઇ અને વાઘોડિયાના 36 ગામોને કરાયા એલર્ટ

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના દેવ ડેમમાંથી આજે 19 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે દેવ નદીના કાંઠાના વાઘોડિયા, હાલોલ અને ડભોઇ તાલુકાના કાંઠાના 36 ગામોના લોકોને તમામ પ્રકારની સાવધાની અને તકેદારી રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ ગામોના લોકોને નદી કાંઠે નહીં જવા, ઢોર ઢાખરને નદી પટમાં ન લઇ જવા કે ત્યાં રોકાણ ના કરવા, નીચાણવાળી જગ્યાઓ હોય તો સલામત ઊંચાઈવાળી જગ્યાઓએ ખસી જવાની તમામ તૈયારી રાખવા જણાવ્યું છે.
જરૂર જણાય તો ખસી જવા, ભરાયેલા પાણીથી દુર રહેવા, વીજ પ્રશાપનોથી દુર રહેવા સહિતની તમામ તકેદારીઓ પાલન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. વાઘોડિયા અને ડભોઇ તાલુકાના તંત્રને તકેદારીના જરૂરી તમામ પગલાં લેવા પણ સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદની પરિસ્થિતિને પગલે વડોદરા અને મધ્ય ગુજરાતમાં ડેમ, નદી અને નાળા છલકાઇ ગયા છે. જેને પગલે પંચમહાલ જિલ્લાના દેવ ડેમના 6 દરવાજા ખોલીને 19 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા 36 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સાબરકાંઠા : 13 વર્ષની સગીરાએ પરિવારને જમવામાં આપી ઉંઘની ગોળી, સવારે...
4 July 2022 5:36 AM GMTરોટરી ક્લબ ઓફ ભરૂચનો ૮૦મો શપથગ્રહણ સમારંભ, નવા પ્રેસિડેન્ટ તરીકે...
4 July 2022 4:44 AM GMTપીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ, ગાંધીનગર ખાતે ડીજીટલ ઈન્ડિયા...
4 July 2022 4:06 AM GMTરાજ્યમાં આજે કોરોનાના 456 નવા કેસ નોધાયા, 386 દર્દીઓ થયા સાજા
3 July 2022 2:40 PM GMTસાબરકાંઠા: પોળો જંગલોમાં હવેથી પેટ્રોલ-ડીઝલની કાર નહીં ચાલે, ડેમ સાઈટ...
3 July 2022 12:59 PM GMT