Connect Gujarat

પંચમહાલ : કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ અંતર્ગત ગોધરા શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે જન સંવાદ કાર્યક્રમ યોજાયો

પંચમહાલ : કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ અંતર્ગત ગોધરા શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે જન સંવાદ કાર્યક્રમ યોજાયો
X

પંચમહાલ જિલ્લામાં કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ અંતર્ગત ગોધરા શહેરના ખાડી

ફળિયા સ્થિત શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય

સેવાઓ અંગે લોકોને વિગતવાર

માહિતી આપવા માટે જન સંવાદનો

કાર્યક્રમ યોજાયો હતો.

જન સંવાદ કાર્યક્રમનો હેતુ જન આરોગ્ય સેવાઓને લગતા પ્રશ્નો વિશે ચર્ચા કરી

નિરાકરણ લાવવાનો તેમજ આરોગ્ય સેવાઓ વિશે વધુને વધુ લોકોને માહિતગાર કરવાનો હતો. આ

ઉપરાંત કાર્યક્રમમાં સરકાર દ્વારા ઉપલબ્ધ થયેલ આયુષ્માન ભારત, મુખ્યમંત્રી

અમૃતમ વાત્સલ્ય યોજનાઓ, શાળા આરોગ્ય કાર્યક્રમ, શહેરી વિસ્તારમાં મળતી આરોગ્ય

સેવાઓ, માતા મરણ અને બાળ મરણ અટકાવવા

માટેની સેવાઓ, કિશોર સ્વાસ્થ્ય, આઈ.સી.ડી.એસ.ની સેવાઓ, બાળ આરોગ્ય સેવાઓ, કિશોર સ્વાસ્થ્ય સેવાઓ બાબતે

વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિસ્તારના

કાઉન્સિલર સંતોષ ભૂરિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.કે.મોડ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.

એસ.જી.જૈન, આર.સી.એચ.ઓ. ડો. પી.કે.શ્રીવાસ્તવ, શહેરી હેલ્થ ઓફિસર ડો. મીના પટેલ

સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it